Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 226
________________ ૨૦૪ હદયની ઉચ્ચ ભાવપૂર્ણ ઉમિઓ હું જોઈ શક છું. મને બહુ આનન્દ થયું છે. આપણને આવાજ રાષ્ટ્રપ્રેમી સાધુઓની જરૂર છે. દરિદ્રનારાયણની સેવામાં જ ખરો ધર્મ છે. મુનિ મહારાજે જે ભાષણ કર્યું છે તે પર મનન કરી તેનું પાલન કરવા હું તમે તેને અપીલ કરું છું. મેસરસ નગીનદાસ, વીરચંદ પાનાચંદ વિગેરેએ તે બાદ પ્રસંગે પાર વિવેચને કરી મુનિશ્રીના કેગ્રેસહાઉસમાંના વ્યાખ્યાન પર મનન કરવા અપીલ કરી હતી. જે બાદ મુનિશ્રીનું ભાષણ થયું હતું. મુનિશ્રીનું ભાષણ. મુનિશ્રી ન્યાયવિજયજીએ ભાષણ કરતાં શરૂઆતમાં મનુષ્ય-કતવ્ય પર સ્પષ્ટીકરણ કરી આગળ ચાલતાં જણાવ્યું હતું કે, આ દુનિયામાં વાસ્તવિક કત્તવ્ય શું છે એ ઘણા લે કો સમક્તા નથી. અને કહે છે કંઈ અને કરે છે કંઈ. યત્ર-તત્ર પક્ષપાતનું વિચિત્ર વાતાવરણ અધિક જેવામાં આવે છે. સત્કાર્યમાં દાન આપવાનું તમે સમજો ! પોપકારમાં અને શિક્ષણને પ્રચાર કરવામાં તમારા પૈસા રેડાવા જોઈએ. “આત્મવત્ સર્વભૂતેષુ” એ મહાવાકય તમારા હૃદય-પટ પર બરાબર અંકિત થવું જોઈએ. કેઈન હરામના પિસા કેમ લેવાય? પાડોશી દુઃખી હોય અને એના ભલા માટે તમને લાગણી પેદા ન થાય તે તમારી ધમની મોટી મોટી વાતે શા કામની ? પ્રભુની પાસે કંચન-કામિનીની માંગણી કરે છે પણ તમને જે આપવામાં આવેલું છે તેને સારે ઉપયોગ કેમ કરતા નથી? પ્રભુ તમારૂં માનસ જુએ છે. ઈશ્વરનું ફરમાન તે એકજ છે. અને તે આપણે પિતાનું ચારિત્ર ઉજજવલ બનાવવાનું. તેની સાચી ભતિ તેની આજ્ઞાનું અનુપાલન કરવામાં છે. પવિત્ર આચરણથી આત્મપ્રસાદ સાંપડે. અને એજ ઈશ્વરીય પ્રસાદ છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી નજર રાખશે એવું મળશે. જેને કમળ હોય એને બધું પીળું જ દેખાય. અહિંસા પરમ ધમ છે. એને બરાબર વળગી રહો ! એકવચની થાઓ, પણ બહુરૂપીની માફક વારે ઘડીએ ફરી ન જાઓ. દેશમાં વ્હોટે જગ મંડાય છે. તેને માટે તમારી તૈયારી જબરદસ્ત જોઇશે. પણ અહિંસાનું લક્ષ્યબિન્દુ ન ચૂકાય એ ધ્યાનમાં રાખશે. મુઠીભર હાડકાને માણસ આજે પિતાના આત્મતેજથી (તાળીઓ) આખા દેશને ડોલાવી રહ્યો છે. તેનું કારણ એ મહાત્માના અહિંસક જીવનનો પ્રભાવ છે. એ મહાપુ ષના ઉજ્જવળ ચારિત્ર અને તપસ્વી જીવનને જગત્ નમી રહ્યું છે. બધાનું ભલું કેમ થાય એજ એ સાધુ પુરુષની ભાવના છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268