Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 235
________________ ૨૧૩ બાળકનો “હા” શું અને “ના” શું? તેની “હા” નું શું વજન અને “ના” નું શું વજન? ગભરૂ બાળકની બુદ્ધિ કેટલી? તેની સમજ કેટલી? તેની “હા” ઉપર તેના ઉપર પાંચ મહાવ્રતનો મેરૂભાર લાદવે એ તેના ઉપર ઘેર જુલમ છે. લઘુ બાળકને દીક્ષા આપવા માટે તેના ભેળપણને, તેની કાચી બુદ્ધિને, તેની અજ્ઞાન દશાને લાભ લેવામાં બહુ છેટું થાય છે. જૈન દીક્ષા બહુ આકરી છે અને તે જિન્દગીપર્યંત પાળવાની હોય છે. એને માટે બાળકને યોગ્ય વિચાર કરવાની તક આપ્યા વગર એની મુગ્ધ સરલતાને ગેરલાભ લઈ એને દીક્ષા આપી દેવી એ એના ઉપર અત્યાચાર છે. જેમ કન્યાવિય થાય છે, વરવિય થાય છે, તેમ દીક્ષા-કમાણની દુર્ઘટનાઓ પણ બને છે. જેમ કેટલાક માબાપ પિસા માટે પિતાની લાડકી કન્યાનું પણ હિત લેતા નથી, અને તેણીને જ્યાં-ત્યાં પટકે છે, તેમ તેવા લેભીયા માબાપ પૈસા માટે પિતાના બાળ દીકરાને દીક્ષાની દુકાને વેચી દે છે. આમ માબાપની રજા મેળવી લીધાનું જાહેર કરી ન્હાના છોકરાને દીક્ષા આપવામાં કેટલે દંભ, કેટલે પાખંડ સમાય છે અને એ રીતે એ લઘુ બાળકના હિતનું કેટલું ખૂન કરાય છે તે સુજ્ઞ દૃષ્ટિને સમજવું અઘરૂ નથી. આલદીક્ષાના સમર્થનમાં શાસ્ત્રાધારે બતાવવાના પણ પ્રયત્ન ખૂબ સેવાય છે. પણ કઈ વસ્તુના સમર્થનમાં તેના અનુગામીઓ શાસ્ત્રાધાર બતાવવાનો પ્રયત્ન નથી કરતા? “સતીદાહ” ની ભૂડી પ્રથા સામે જ્યારે પહેલ વહેલું આન્દોલન બંગાલમાં શરૂ થયું અને તે પ્રથાને ઉચ્છેદ કરવા રાજા રામમોહનરાય” જેવા સુધાર કે બહાર આવ્યા, ત્યારે સ્થિતિચુસ્તએ તે સામે ધમપછાડા કરવામાં બાકી હેતી રાખી. તેમણે શાસાધારના ટેકા ખડા કરી તે દુષ્ટ પ્રથાને ટકાવી રાખવા શોરબકેર કરી મૂક્યું હતું. બાલ લગ્નની પુષ્ટિમાં ગઈવ મવેત્ ” જેવા શાસ્ત્રાધારે કયાં ઓછા અપાય છે? દૂષિત અને હાનિકારક વસ્તુના સમર્થન માટે પણ “શાસ્ત્રાધારો” બતાવવા કઠણ નથી. શાસ્ત્રને “ઉટડે” કઈ તરફ છે એની પણ જેને ખબર ન હોય એ માણસ પણ “શાસ્ત્રમાં આમ લખ્યું છે, તેમાં લખ્યું છે” એમ શાસ્ત્રની દુહાઈ દેવા તૈયાર થાય છે. દુનિયામાં અભ્યાધુધી અને અત્યાચારે શાસ્ત્રના નામે ચલાવાય છે. શાસ્ત્રના નામે ધાર્મિક રમખાણ વાત વાતમાં ઉભાં થાય છે. શાસ્ત્રના યથેચિત પ્રવેગે પ્રજાનું હિત થાય એ તો સમજી શકાય તેમ છે, પણ શાને “શસ્ત્રો બનાવી પ્રજાનું હિત છું'દવામાં અને પ્રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268