________________
ભાગવતી દીક્ષા આજે પિતાનું સૈન્મ્ય સ્વરૂપ છેડી રુદ્ર સ્વરૂપે દેખાય છે. તે આજે નામીચી બની ગઈ છે દીક્ષા શબ્દ કાને પડતાંજ નાસભાગ, ચોરીછુપી, કયવિય, બળાત્કાર આદિ અનેક કરુણ, ધૃણાજનક દયે નજર સમીપ ખડાં થઈ જાય છે. આનું કારણ શું ? કારણ એક જ. બાળદીક્ષાઅયોગ્યદીક્ષાને શાસ્ત્રવિહિત ઠરાવવા અને તેને રાજભાગ લેખાવવા આજે આકાશ પાતાળ એક થઈ રહ્યાં છે અને દીક્ષામાં આશ્રય કરાતી અનેક અધમ રીતિઓને શાભાષિત ઠરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. દીક્ષા-પદ્ધતિમાં આજે શેતાનીયત દાખલ થઈ છે અને દીક્ષા પ્રદાતાઓના હૃદયમાં શેતાને ઘર કર્યું છે. તેઓ આજે દીક્ષાનું શુદ્ધ સ્વરૂપ કે સમાજનું કલ્યાણ નિહાળી શકતા નથી. આવા દીવા માટે ન્યાયવિશારદ–ચાયતીર્થ શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજની “દીક્ષા-મીમાંસા' જડબાતોડ જવાબરૂપે છે અને તેમની દૃષ્ટિ ખેલવામાં ઓપરેશન ની ગરજ સારે તેમ છે. સૌમ્ય, સચોટ, વ્યવસ્થિત, તકબદ્ધ ભાષામાં દીક્ષાનું રહસ્ય સમજાવતે એ એક અપૂર્વ નિબધ છે. વિરોધીઓ તરફથી શાસ્ત્રનાં એઠાં આગળ ધરી તેને ઉતારી પાડવાના પ્રયત્ન નિઃશંક થશે. પણ તેથી ડરવાની કોઈ જરૂર નથી. મહાન આંગ્લકવિ શેકસપીયર્ કહે છે કે “શાસકારો તે શેતાન પણ આપી શકે છે ? (devil can cite scriptures ).
દીક્ષા ઉપર મધ્યસ્થભાવે વિચાર કરનારાઓ માટે આ પ્રકાશન ખબ મનનોગ્ય અને આવકારદાયક થઈ પડશે એમ મારું મન્તવ્ય છે. સમાજ તેમાંથી કંઇક પ્રેરણા અને પ્રકાશ મેળવશે તે મુનિશ્રીને પ્રયાસ સફળ નિવડ ગણાશે.
–નાગકુમાર મકાતી બી. એ. એલએલ. બી. પાદરા
ન્યાયવિશારદ મુનિ શ્રીન્યાયવિજ્યજી,
આપે લખેલ “દીક્ષા–પધ્ધતિ પર સામયિક પ્રકાશન ” નિબંધ મારા મિત્ર રા. ભગુભાઇ માર્કત મને મલ્ય, જે માટે આભારી છું
આ વિષય પર આપના આગલા લેખે પણ અન્યત્ર વાંચ્યા હતા અને તેમાં રહેલ સચોટપણું અને તત્વાર્થ મને ખૂબ જ ગમ્યાં હતાં. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org