Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 254
________________ 275 Hornby road, Fort, Bombay નવેમ્બર તા. ૨૪ : ૧૯૩૧. શ્રીમદ્ પૂજય મુનિ ન્યાયવિજયજી મહારાજ, ગઈ કાલે આપ પૂજ્યશ્રીએ આપના કિમતી સમયના ભેગે ઉંચી કટીના સંસ્કારવાળી શુદ્ધ વિચારોની પ્રસાદી આપી મને ખચિત રૂણી બનાવ્યા છે. મારા મનની કેટલીક શંકાઓ અધિકાશે વાયુવેગે ઉડી ગઈ છે. અને તેને પરિણામે હૃદયમાં આનંદપ્રાપ્તિ થઈ છે. એટલા માટે, અને પ્રેમભાવનાથી આપે મારો સત્કાર કરી બે અમૂલ્ય પુસ્તકોની જે ભેટ આપી છે, તે માટે હું આ પત્ર દ્વારા આભારની લાગણી પ્રદર્શિત કરવાને રજા લઉ છું. વિરોષતું. મારે જણાવવું જોઇએ કે, આપશ્રીના હસ્તે લખાયેલ “દીક્ષાપદ્ધતિ પર સામયિક પ્રકાશન” નામનો લેખ મેં ખૂબ લક્ષથી વાંચી લીધે છે એ વાંચતાં પણ મને જે પ્રકાશ મલે છે, તે માટે પણ મારાથી આપશ્રીને આભાર માનતાં રહી શકાતું નથી. “જૈનદશન” તે હું અને મારું પત્ની સાથે બેસી વાંચવાને ઈરાદો રાખીએ છીએ. મારા જેવા એક પરધર્મના ત્રાહિત માણસને જે મમતાથી આપશ્રીએ આધ્યાત્મિક પ્રસાદી ગઈ કાલે ચખાડી છે, તે પુરવાર કરે છે કે, આપ જેવા ખરેખરા સાધુસ અને પરમપૂજ્ય ગાંધી જેવા મહાત્માઓ જ ભારતવર્ષને અને જગત આખાને ઉજજવલ પંથે લઈ જાય છે, ટેકવી રાખે છે, અને અનંતકાલ સુધી ટેવી રાખશે. તેમાં શક નહિ. ઈશ્વર આપ જેવા સંત પુરૂને ઉત્તરોત્તર વિશેષ ઉજજવલ કરે અને દીઘયુષ બક્ષે. એવી મારી પ્રાર્થના છે. હું ઈચ્છું છું કે, ઈશ્વરકૃપાથી, મને ફરી એકવાર-ના અનેકવાર આપ જેવા સંતને મળવાના પ્રસંગ મળે, કે જેથી આ ભાનભૂલી હાલતમાંથી મુક્તિમાર્ગને પંથે ચાલવાને નહિ તે આ જીવન તેવા પવિત્ર પંથની કાંઈક ઝાંખી કરવાને પણ ભાગ્યશાલી બની શકે. આપે દાખવેલા સ્નેહ માટે ફરી એકવાર આભાર માનતે, હું છું, આપનો રૂણ બનેલ સ્નેહાધીન સેવક બેહરામ ન. બાતા ના પ્રણામ વાંચશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268