Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 260
________________ ૨૩૮ બળથી પિતાના દેશની આઝાદી મેળવી હતી અને એ સાબિત કરી આપ્યું હતું કે તુકી માં તુર્કોનું રાજ હેય. તે વખતે ત્યાંને એક એક યુવાન, એક એક ફેશે, એક એક ઔરત અને એક એક બાળક પિતાના દેશની આઝાદી માટે જાન આપવા તૈયાર થયા હતા. કેમકે જે દેશમાં જેઓ પેદા થયા તેમને તે દેશમાં પોતાના દેશમાં રાજ કરવાને હક છે. હિન્દમાં પરદેશી રાજ હેઈજ કેમ શકે? જે કરેડો હિન્દુઓના પૂર્વજોએ આ દેશમાં પાંચ હજાર વર્ષ સુધી સુન્દર રાજ્ય કર્યું છે, જે મુસલ્માના પૂર્વજોએ બહાદુરી બતાવી પેન સુધી પિતાને કે વગાડ છે, જે પારસી કોમ બુદ્ધિવાદમાં ચઢિયાતી અને દરેક મહત્વનાં કામમાં આગળ પડતે ભાગ લેનારી ગણાય અને જે શિકએ જગીમાં જંગી જગમાં પણ કદી પાછી પાની ભરી નથી તે મહાનું પ્રજાસમૂહ, પાંત્રીસ કરોડ હિન્દ ડાક પરદેશીઓના કાબૂમાં રહે એ કેટલી શરમની વાત છે ? આ વાતને જે કંઈ વિચાર કરે તેનું દિલ દુખાયા વગર ન રહે. પણ દિલગીરી કરીને બેસી રહેવાને આ વખત નથી. મામલે કટોકટીને છે. પ્રકન ગંભીર છે. દેશને માથે મોટી આફત છે. જીવન-મરણને સવાલ છે. પ્રજા તયાર રહે! કયારે રણશીંગ વાગશે એ શું કહી શકાય? પણ દરેક હિન્દી કમર કસીને – સિર જાવે તે જાવે, પર આઝાદી ઘર આવે” એ મન્વને લલકારતે મેદાને જંગમાં કૂદી પડવાને તૈયાર જ રહે મિત્રે ! ઇંગ્લેન્ડ દુનિયામાં પહેલે નમ્બરે ગણાય છે એનું કારણ જાણે છે? કારણ એ છે કે પાંત્રીસ કરોડ ઘેટાં-બકરાં” એના કબજામાં છે ! એ “ઘેટાં-બકરાં ” મટી જઈ “વાઘ " બની જાય, પછી જોઈ લે ઇંગ્લેન્ડની સ્થિતિ ! એનો સઘળો મદ ગળી જાય ! એના પગ ઠંડા થઈ જાય ! મિત્રો! હવે છેલ્લે એક વાત કહી મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. તે એ છે કે ધર્મના કે જાતપાતના ઝઘડા બધા પાણીમાં પધરાવી દેવા જોઈએ. આપણામાં ખૂબ સંગઠન-બળ જામવું જોઈએ. જેમ જેમ આપણામાં એક-બળ ખિલશે અને જેમ જેમ આપણામાંથી નબળાઈઓ ખંખેરાશે તેમ તેમ આપણે વિકાસ વધારે થશે. સંઘબળ પુષ્ટ થતાં કેઈ કાર્ય અશક્ય રહેતું નથી. મને ભય ટળી જતાં અને દેશસેવામાં મહાન ધર્મ સમજાતાં સ્વરાજ તે દૂર નહિ જ રહે, પણ પ્રભુને દરબાર પણ દૂર નહિ રહે, = = - = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268