Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 258
________________ ભાન આવ્યું છે. હજુ પણ જેઓ પરદેશી કાપડ વેચે છે, ખરીદે છે, પહેરે છે, ઘરમાં ઘાલે છે, શરીર પર નાખે છે તેઓ પરદેશી તત્રને અને દેશની પરતન્નતાને પિષનારા સીપાહીઓ છે. તેમણે યાદ રાખવું જોઈએ કે-- “જનની કમપૂમિશ્ચ સ્વર માયણી” અથ–માતા અને માતૃભૂમિનું ગૌરવ સ્વર્ગથી પણ વધી જાય છે. જેમ માતા પુજ્ય છે, તેમ માતૃભૂમિ પણ પૂજ્ય છે. જનનો અને જન્મભૂમિ બને માતા છે. જનનીની પણ જનની જન્મભૂમિ છે. આજે એ માતા જન્મભૂમિ' ગુલામીની બેડીમાં જકડાયેલી છે. પિતાને હિન્દી કહેનારાઓ માતા”ને બન્ધનમાંથી છોડાવ્યા વગર કેમ જ પે? સજીને ! પાપને પિષવામાં પાપ હેય તે જે ત–માં પાપ ભરાયું છે તેને પિષવું એમાં પાપ છે. આપણે કઈ વ્યક્તિ ઉપર દ્વેષ નથી, આપણે કોઈનું બુરું ચાહતા નથી. આપણે વિરોધ ફક્ત અધમ સામે, અન્યાય સામે, અત્યાચાર સામે છે. તેને વીખી નાંખવાને આપણે ધમ થઈ પડે છે. આપણા બહિષ્કારને આદશ અધમના નાશમાં છે. ગીતા કહે છે કે – સ્વયે નિધન : પાઁ મયવિદ:” અર્થાત્ –સ્વધર્મ એટલે સ્વરાજમાં મરવું એ સારું છે, પણ પરધમ એટલે પરરાજ તે ભયંકર છે. પણ આપણે માગ અહિંસાને છે એ ન ભૂલીએ. અહિંસાની શક્તિ અજેય છે. અહિંસા એ આત્મબળ છે અને હિંસા એ પશુબળ છે. આત્મબળ સામે પશુબળ કદી ટકી શકે જ નહિ. ખરૂં સ્વરાજ એ આત્મરાજ છે. આત્મરાજ્ય આત્મબળ ખિલવવામાં છે. આત્મશુદ્ધિ, સત્ય, દઢતા અને અહિંસાના માર્ગે આત્મરાજ મળતાં ભતિક રાજ્ય બાકી રહેતું જ નથી. હિંસક યુદ્ધમાં સામાને મારવાની, સામાનું બુરું કરવાની, સામાને ઉખેડી ફેંકી દેવાની બુરી વૃત્તિ હોય છે, જ્યારે અહિંસક યુદ્ધમાં સામાનું ભલું કરવાની, સામાને સુધારવાની શુભ વૃત્તિ હોય છે; પિતે અમને, જાતે દુખ સહીને અને છેવટે પિતાના પ્રાણની આહુતિ આપીને પણ સામાને અન્યાય તથા પાપમાંથી ઉગારી લેવાની પવિત્ર વૃત્તિ હોય છે. એટલે અહિંસક યુદ્ધ એ પાક યુદ્ધ છે. વળી હિંસક યુદ્ધમાં દારૂગોળ, લશ્કર અને શો જોઈએ. પણ અહિંસક યુદ્ધમાં તેમાંનું કશું ન હોય. અહિંસક યુદ્ધમાં આત્મશુદ્ધિ, સત્ય, દઢતા, ત્યાગ અને સહિષ્ણુતા હોય છે. આમ આજે આપણા રાષ્ટ્રયુદ્ધનું ચણતર અહિંસાના પાયા પર છે. એ ન ભૂલી જઈએ. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268