Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 256
________________ ૨૩૪ કરનારા મજૂરે હોટે ભાગે દારૂડીયા અને માંસાહારી હોય છે. એટલે તેમાં જતે પૈસે માંસમાં અને દારૂમાં વપરાય એ પણ મહહિંસાનું કારણ બને છે. દેશી મિલના મજૂરે પણ દારૂ પીનારા હોય છે. એટલે દેશી કે વિદેશી બન્ને કારખાનાઓમાં બનતાં નાપાક વસ્ત્ર અહિંસાધમના પૂજારીને વાપરવાં ન ઘટે. હાથકતામણ અને હાથવણાટથી જે વસ્ત્રો તૈયાર થાય છે તે નિર્દોષ છે. શુદ્ધ છે. તેને મુકાબલે મિલેનાં નાપાક કપડાં વાપરવામાં અનન્તગણું પાપ છે. ડુંગળી ખાવામાં જે પાપ બતાવાય છે તેના કરતાં મિલેનાં હિંસક કપડાં વાપરવામાં અનન્તગણું પાપ છે. પરદેશી કાપડની પાછળ દેશના કરડે રૂપીયા પરદેશ ઘસડાય છે. પરદેશી ધંધાએ દેશના ધંધાને ડાટ વાળે છે. અને દેશમાં બેકારી તથા ભૂખમરાની ભીષણ આગ સળગાવી છે. શુદ્ધ સ્વદેશી, શુદ્ધ ખાદી વાપરવામાં અનેક લાભ છે. ખાદીના માર્ગે જીવન સ્વાવલમ્બી ઘડાય છે. એથી દેશને ધધ સજીવન થાય છે. દેશના ગરીબોને રોજ મળે છે. દેશના લાખે-કરડે બેકારને પેટ ભરવાને રસ્તે સરળ થાય છે. તેમની આન્તરડી કરે છે. દુખિયાની આન્તરડી ઠારવી એ હેટી દયા છે. ગરીની એવા એ સાચી ઈશ્વરસેવા છે. ગવાસિષ્ટ બેલે છેઃ " येन केन प्रकारेण यस्य कस्यापि जन्तुनः । सन्तोषं जनयेत् माज्ञस्तदेवेश्वर-पूजनम्" । અર્થાત્--બનતી રીતે કેઈનું ભલું કરવું એ ઈશ્વર-પૂજન છે. વળી, ખાદીથી જીવનમાં સાદાઈ આવે છે. ખરૂં સુખ અને શાન્તિ સાદાઈમાં છે. સાદાઈમાં સંયમ છે. સાદાઈ એક પ્રકારનું તપ છે. માણસ જરૂરીયાતે વધારી હાથે કરી દુઃખને નેતરે છે. એટલે ખર્ચે વધારે તેટલી ઉપાધિ વધારે અને તેટલું પાપ વધારે. સાદાઈમાં સુખ અને શાન્તિ સમજાય તે ઘણી ઉપાધિ ઓછી થઈ જાય. બહુ સંગ્રહશીલ બનીને, મોજ-શેખ અને વિકાસમાં પૈસે વેડફીને આપણે પાડોશીને દુઃખમાં નાખીએ છીએ. એથી બીજાઓને જીવનનિર્વાહની મુશીબતી પડે છે, એથી દેશમાં ગરીબાઈ અને ભૂખમ વધે છે, એથી વિષમતા વધે છે, એથી પાપ વધે છે. આમ પાપની પરમ્પરા વધી પડતાં દેશ રાડ પિકારે છે. બેગ અને વિકાસ પાપનાં મૂળ છે. મનુષ્ય-જીવનને મહાન આદશ ભેગ, વિલાસથી ઉપર ઉઠવામાં છે. માણસને જોઈએ ખાવાને ધાન અને અંગ ઢાંક્વાને વસ્ત્ર. એટલું તે સન્તષી અને પરિશ્રમી હેલાઈથી મેળવી શકે. પણું તમે પેટ નહિ, પણ પેટી અને પટારા ભરવા વળખાં મારે છો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268