Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 251
________________ આપને “દીક્ષા-નિબન્ય' મળે તેજ સમયે બે વખત વાંચવામાં આવ્યું. બહુજ અસરકારક છે. દીક્ષાને મહિમા ઉચ્ચ હોવા છતાં આજે કેટલાંક કારણોને લીધે દીક્ષા કેટલી અધઃ કક્ષામાં આવી ગઈ છે કે તેને સંભાલવા કહે કે નિભાવવા કહે, રાજ્યને દીક્ષાને કાનૂન પસાર કરવાની જરૂર જણાઈ ! કેટલી શરમ ! કેટલી નામોશી ! –શ્રી. ચન્દનમલજી નાગેરી,છોટી સાદડી (મેવાડ) અત્યારે જ્યારે નસાડી ભગાડી દેવાતી દીક્ષાએથી કલેશ, કુસંપ, વૈર, કેટે ચડતા ઝગડા, સાધુઓ પર થતા દાવાઓ અને તેથી જૈન સમાજની બીજી પ્રજામાં થતી હાંસીથી પણ જૈન સમાજે વિચાર કરવાની જલદી જરૂર છે. હવે મુ એ છે કે જ્યારે હિંદુસ્તાનના જુદા જુદા શહેરોના સંઘ વર્તમાન સમયને વિચાર કરી આ પદ્ધતિમાં દેશ, કાળ, ભાવ વિચારી ફેરફાર કરે, તે માટે ધારાધરણ કે અટકાવવા જેવું હોય ત્યાં તેને માર્ગ કરે તે કરી શકે તેવું છે. છતાં જ્યારે શ્રીસંઘે તે માટે વિચાર નહિં કરતાં દિક્ષા જેવા મહાન આદર્શની જે ફજેતી થઈ રહી છે તેને માટે જૈનવર્ગના નેતાઓ જ્યારે મન બેઠા છે અને વ્યવસ્થિત બંધારણ ઘડી સગીરના સાચા વાલી બનવાને ઉત્સાહ દેખાડતા નથી ત્યારે જ શ્રીમંત ગાયકવાડ સરકારને દીક્ષા માટે આ મુસદ્દો ઘડવાની જરૂર પડી છે તે માટે ન્યાયવિશારદ શ્રી ન્યાયવિજયજી મહારાજે પિતાના નિબંધમાં જણાવેલ વિચાર મનનીય અને એગ્ય લાગેલ છે. દીક્ષા પદ્ધતિ પર શ્રીમાન ન્યાયવિજ્યજી મહારાજને આ નિબંધ શાસ્ત્રીય દષ્ટિએ શાસ્ત્રાધાર સાથે વિદ્વત્તાપૂર્ણ લખાયેલું છે જે ઘણેજ વિચારણીય છે. અને અત્યારે આ પ્રકરણને અંગે જૈન સમાજને શું કરવાની જરૂર છે તે સચોટ મુદ્દા અને દલીલ પૂર્વક આ નિબંધમાં જણાવેલ છે. --આત્માનન્દપ્રકાશ, ાવનગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268