Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 233
________________ મુંડી નાખવાનેજ ધે લઈ બેઠા છે તેમનાથી બાળકે, છતે ધણીએ વિધવા જેવી દુઃસ્થિત બનાવી મૂકાતી બાળાઓ અને છતે દીકરે દીકરાને ઉડાવી દીકરાવિહેણું નિરાધાર બનાવી મૂકાતા માબાપ કે ડોશીડાશાઓનું હિત છુંધાતું ધ્યાન પર લઈ તેમના હિતના સંરક્ષણ માટે દીક્ષા બાબત યોગ્ય નિયમન થવું અત્યન્ત જરૂરી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની પરાપૂર્વથી ચાલી આવતી જીવન-પદ્ધતિ મને બહુ ગ્ય જણાય છે. હિન્દુશાસ્ત્રમાં તેને મહત્વપૂર્ણ સ્થાન છે. જૈન શાસ્ત્ર તે પદ્ધતિમાં માનતું નથી એમ કેટલાક કહે છે તે મને માન્ય નથી. જગના સ્વભાવનું અવલોકન કરી તે પદ્ધતિનું બંધારણ ઘડાયેલું છે. એ વિશ્વને કુદરતી કમ છે. એ ક્રમનું અનુસરણ દુનિવાર છે. જગના સઘળા ધર્મોના મહાન સન્ત ઘણું પ્રાચીન કાળથી એ કમનું પૂજન કરતા આવ્યા છે. જૈન શાસ્ત્ર મુખ્યત્વે આધ્યાત્મિક અને વૈરાગ્યપ્રધાન શાસ્ત્ર છે. અને એને પરમ આદશ એક માત્ર વિરતિ છે. છતાં જૈન શાસ્ત્રકારોએ ગૃહસ્થાશ્રમનું પણ નિરૂપણ કર્યું છે. અને સાધુધમ તથા ગૃહસ્થધમ એમ બે પ્રકારને ધમ દેખાડે છે. હરિભદ્રાચાર્યના “ધર્મબિન્દુ” માં, મુનિચન્દ્રાચાર્યની તે ગ્રન્થની ટીકામાં, હેમચન્દ્રાચાર્યના “યોગશાસ્ત્ર” માં અને તે ગ્રન્થ પરની તેમની પજ્ઞ ટીકામાં તે મહાન આચાર્યોએ લગ્નસંસ્થા વગેરે ગૃહસ્થાશ્રમ સંબંધી વિષયે પર પણ વિવેચન કરી માર્ગદર્શન કરાવ્યું છે. સર્વસંન્યાસને મહાન્ આદશ દરેકે સ્વીકાર્યો છે. છતાં જીવનવિકાસની પદ્ધતિને કમ દરેક ધર્માચાર્યને વિચારો અને ઉપદેશ પડે છે. આદશ ઉચામાં ઉચે જોઈએ. પણ જગતનું હિત સધાય તે પ્રકારની વ્યવહારૂ લાઈન જગની સામે મૂકવી એ જગત્ના આપ્તની મહાન્ ફરજ છે. અને એમાં એમનું સાચું ડહાપણ સમાયું છે. જૈન ધર્મ એમાંથી બાદ કેમ હોઈ શકે? એજ કારણ છે કે, વિરતિધર્મનું પ્રતિપાદન કરવામાં ગૃહસ્થધમની દિશા સમજાવવાનું તે વિસરી ગયે નથી. જીવન ચાહે ઉતરતી કેટનું હોય, પણ આદશ તે ઉચ્ચ કેટીનેજ હવે જોઈએ. તે જ જે કોટીના જીવનમાં હેઈએ તે બરાબર સધાય અને આગળ વધવાને રસ્તે સરળ થાય. એજ કારણ છે કે જૈનશાસ્ત્ર ઉચ્ચ કેટીનું (વિરતિ) જીવન ઘણા વિસ્તારથી વર્ણવે છે. દીક્ષાની બાબતમાં પ્રાચીન સૂત્રસિદ્ધાન્તવણિત જાની કથાઓ તપાસતાં ખુલ્લું જણાઈ આવે છે કે, તીર્થકરે, ગણુધરે, આચાર્યો, સાધુઓ, જ્ઞાનીઓ, મહાત્માઓ બધા સગીર વયને ઓળંગીને અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268