Book Title: Nyayvijayjinu Mumbai Chaturmas
Author(s): Nyayavijay
Publisher: Nyayvijay

View full book text
Previous | Next

Page 234
________________ ૨૧૨ વિવાહ-સંસ્થામાં પસાર થઈને સંન્યાસને વર્યા છે. એટલે ઉક્ત આશ્રમની પદ્ધતિના કમ પર એ બધા ચાલ્યા છે. એટલા માટે એ “રાજસડેક” ગણાય. પહેલી ઉમ્મરમાંથી ઠેકડે મારીને-બ્રહ્મચર્યાશ્રમમાંથી એકદમ સંન્યાસભૂમિ પર પહોંચી જનારાઓ હમેશાં બહુ વિરલજ હોય છે. ઘણા પ્રાચીનકાળથી લઈને અત્યાર લગીને હિસાબ તપાસીએ તે તેવા વિરલાઓની સંખ્યા, આશ્રમની “રાજસકે” ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જલબિન્દુ, જૈન દષ્ટિએ ત્રીજે–ચે આરે સતયુગ ગણાય. તે સતયુગમાં જે જે દીક્ષિત થયા છે તે પ્રાયઃ બધા લગ્નસંસ્થામાં પસાર થઈને પછી દીક્ષિત થયા છે. બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધા, લગ્નસંસ્થામાં આવ્યા વગર દીક્ષિત થયેલા પુરૂષ નેમિનાથ જેવા કે વિરલ છે. અને બાલ-દીક્ષિત તે ચોથા આરાના વખતમાં એથીયે વધારે વિરલ છે. “અઈમુત્તા” જે કેકજ નિકળશે. ચોથા આરા જેવા સતયુગના ટાઈમમાં પણ ઉક્ત આશ્રમ-પદ્ધતિનુંજ પ્રાયઃ અનુસરણ થતું રહ્યું છે અને બાલ દીક્ષિત તે કેકજ નિકળેલ છે, તે એથી એ સ્પષ્ટ થાય છે કે, એ વસ્તુ (બાલ–દીક્ષા) અતિશય વિરલપ્રકૃતિસાધ્ય છે. એ અદ્દભુત પંક્તિમાં, આશ્ચર્યાદશામાં અગર અપવાદકેટોની ગણાય. અને અપવાદકોટીની એ વિરલ વસ્તુ પાંચમા આરા જેવા કલિકાલમાં તે વધારે વિરલ હોય એ સુગમતાથી સમજી શકાય તેમ છે. પછી એ વિરલ વસ્તુના દાખલા શી કહાડી બહાર મૂકવામાં કશી કિંમત નથી રહેતી. પાંચમા આરાના બાલદીક્ષાના દાખલા ધી શેખીને બહાર મૂકાય, પણ એ દાખલા ધોરી માર્ગ? સામે “આટામાં લુણ” જેટલાય નથી. અને દાખલા એટલે શું? કોણે કઈ મનેદશાથી કેમ કર્યું હોય? કોને ખબર? કેઈએ કઈને કઈ વખતે બાલ દીક્ષા આપી એટલે શું એ દીક્ષાને રાજમાર્ગ બની જાય? હગિંજ નહિ. કેઈએ કંઈ જ્ઞાન-દષ્ટિથી અને કેઈએ મેહબુદ્ધિથી કઈ બાળકને દીક્ષા આપી હોય તે તેથી બાલદીક્ષા શું વ્યવહારૂ માગ બની શકે ? નહિ જ. પણ આજે તે છાશવારે ને છાશવારે બાલદીક્ષાના અઘટિત પ્રયત્ન સેવાઈ રહ્યા છે! પૂર્વકાળમાં આવી મલિન સ્થિતિ કઈ બતાવી આપશે કે? બાલદીક્ષાના દાખલા જે જે મૂકાયા છે તે કેટલે કેટલે લાંબે આન્તરે બન્યા છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. કયારેક ક્યારેક બનેલા એ દાખલા કઈ સ્થિતિના, કયા પ્રસંગના છે અને કેવા વાતાવરણના સંસ્કારે ઉપજવા પામ્યા છે એને વિચાર કર્યા વગર તેને જનતાની સામે ધરી બાલદીક્ષાને સાધારણ વ્યવહારૂ બાબત બનાવી દેવી અને ન્હાના બાળકને મૂડવા દોડધામ કરવી કઈ રીતે વ્યાજબી ન ગણી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268