Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ th w ech a dondoadowsbastesc doadowosowassasaxdowdawdawdoosoo ન હોય, અર્થાત પ્રાચીન સૂત્રપદ્ધતિની ઉપેક્ષા કરીને સ્વતંત્રરૂપે ગ્રન્થનિર્માણ કરવામાં | આવ્યું હોય તે નવ્ય ન્યાય કહેવાય છે. ઉપનિષદૂકાળમાં ઋષિ-મુનિઓ આત્માના અસ્તિત્વની પ્રતિષ્ઠા કરવા ઘણો | ઉહાપોહ કરતા. એ અરસામાં સાધ્ય એવા આત્માની સિદ્ધિ માટેના શંકા-સમાધાનવાળા વાયગ્રન્થોનો ઉદય થયો. એથી એ ન્યાયગ્રન્થોને સાધ્યપ્રધાન ન્યાયશાસ્ત્ર કહેવાય છે. પરંતુ જયારથી આત્મા અંગેની વિચારણા પણ પ્રતિપક્ષરૂપ બનીને વાદ-વિવાદમાં | પરિણમવા લાગી, જય-પરાજયની ભાવનાઓથી કલંકિત થવા લાગી ત્યારથી નવા | શાસ્ત્રોની રચના નવા રૂપમાં થવા લાગી. હવે પંચાવયવ વાક્ય, હેત્વાભાસ, જાતિ, | |નિગ્રહસ્થાન વગેરેનું પ્રતિપાદન ન્યાયગ્રન્થોમાં થવા લાગ્યું. થોડા જ સમયમાં | ન્યાયશાસ્ત્ર આત્મતત્ત્વના વિવેચનથી ક્યાંય દૂર જઈને, સાધ્યને ક્યાંય છોડીને વાદ-| વિવાદની કળાને નિરૂપવામાં, અર્થાત્ સાધનને મુખ્ય બનાવવામાં પ્રધાન બન્યું. આથી | જ આ ન્યાયશાસ્ત્રો “સાધનપ્રધાન' ન્યાયશાસ્ત્ર કહેવાય છે. આમ ન્યાયશાસ્ત્ર શરૂઆતમાં જે આત્માના નિરૂપણના કારણે સાધ્યપ્રધાન હતું તે | કાળક્રમે વાદવિવાદના નિરૂપણમાં પરિણમી સાધનપ્રધાન બન્યું. આ ભેદ બે ય શાસ્ત્રમાં | કહેલી ન્યાયપદની વ્યાખ્યાથી પણ સ્પષ્ટ થઈ જાય છે. પ્રાચીન સાધ્યપ્રધાન ન્યાયગ્રન્થમાં | માવીfક્ષી ચાથવિદ્યા' કહેલ છે, અર્થાત્ પ્રમેયરૂપ આત્માનું અન્વેષણ કરે તે | | ન્યાયવિદ્યા કહેવાય. જ્યારે પાછળથી રચાયેલા ન્યાયશાસ્ત્રમાં ન્યાયની વ્યાખ્યા કરતાં, | કહ્યું છે કે, “પ્રમાd: Wપરીક્ષા ચાલે.' આ વ્યાખ્યામાં પ્રમેય આત્માને ગૌણ બનાવી | તેના સાધનરૂપ પ્રમાણ આદિને મુખ્ય બનાવવામાં આવ્યા છે. | પ્રાચીન ન્યાય : પ્રાચીન ન્યાયના નિર્માતા મેધાતિથિ ગૌતમ હતા, જેઓ મિથિલા નગરી પાસે જન્મ્યા હતા. જ્યારે એ જ પ્રાચીન ન્યાયને સારી રીતે પરિષ્કૃત કરનાર | અક્ષપાદ હતા કે જે પ્રભાસપાટણમાં રહ્યા હતા. કેટલાક ગૌતમ અને અક્ષપાદને એક | જ માને છે તે બરાબર નથી, તેમજ મેધાતિથિ અને ગૌતમને જુદા માને છે તે પણ | બરાબર નથી, કેમકે “મેધાતિથિ પોતે જ ગૌતમ ગોત્રના હોઈને “મેધાતિથિ ગૌતમ કહેવાય છે. પ્રાચીન ન્યાયના આદ્યપ્રણેતા મેધાતિથિ ગૌતમ હતા અને તેમનો સૌથી પ્રથમ | ગ્રન્થ ન્યાયસૂત્ર છે કે જે અત્યારે પણ ઉપલબ્ધ છે. ત્યારપછી તે સૂત્ર ઉપર વાત્સાયનનું ન્યાય ભાષ્ય અને તેની ઉપર ઉદ્યોતકરનું ન્યાયવાર્તિક; વાર્તિક ઉપર વાચસ્પતિ મિશ્રની | ન્યાયવાર્તિકતાત્પર્ય ટીકા, તે ટીકા ઉપર ઉદયનાચાર્યની ન્યાયવાર્તિક-તાત્પર્ય પરિશુદ્ધિ, ETV ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૦ (૨) 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 284