Book Title: Nyaya Siddhanta Muktavali Part 1
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ હજsses 2222222222222525951, - koosowowstawcostosotasutustastaserowarstwows.cbsrechos de cadascosto णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ( ઉપોદઘાત દરેક ભારતીય દર્શનનું અધ્યયન કરવા માટે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન અત્યંત જરૂરી છે. છે. જેટલું ન્યાયશાસ્ત્રનું જ્ઞાન સારું તેટલો જલ્દીથી બીજા શાસ્ત્રોમાં પ્રવેશ થઈ શકે. ન્યાયશાસ્ત્ર એટલે વસ્તુતઃ બુદ્ધિને તીક્ષ્ણ બનાવનારું શાસ્ત્ર. તે ન્યાયશાસ્ત્ર બે વિભાગમાં વહેંચાયેલું છે : કોઈ એક વિષય લઈને શુદ્ધ | જિજ્ઞાસાભાવથી વિદ્વાન્ પુરુષો જે શાસ્ત્રચર્ચા કરે તેને “વાદ કહેવાય અને પોતે વિજય મેળવવાની ઈચ્છાથી જે શાસ્ત્રની ચર્ચા કરે તે જલ્પ (વિવાદ) કહેવાય. ન્યાયશાસ્ત્રનો ઘણો મોટો ભાગ આ વાદ અને જલ્પમાં રોકાયેલ છે. અર્થાત્ | વાદી-પ્રતિવાદીએ કેવી રીતે પોતપોતાના પક્ષનું પ્રતિપાદન કરવું, સામાપક્ષની ત્રુટિઓ શોધીને તેને નિર્બળ બનાવવો, સામાને કેવી રીતે ફસાવી દેવો વગેરે દાવપેચો રમવાની રીતો આ વિભાગમાં અજમાવેલી છે. બાકી રહેલો ઘણો થોડો ભાગ દેહભિન્ન | આત્માની સત્તા અને તેના સાધનોનું પ્રતિપાદન કરવામાં રોકાયેલો છે. એટલે એનો અર્થ એ થયો કે ન્યાયશાસ્ત્રમાંનો પ્રથમ મોટો વિભાગ તે | ‘સાધનવિભાગ' છે અને બીજો નાનો વિભાગ તે “સાધ્યવિભાગ' છે. દેહભિન્ન આત્મા | એ “સાધ્ય છે અને તેની સિદ્ધિ માટેના વાદ, જલ્પ વગેરે તેના સાધન છે. ન્યાયની વ્યાખ્યા કરતાં વાત્સ્યાયને કહ્યું છે કે, “પ્રમાઃ અર્થપરીક્ષvi ચાયઃ | એટલે કે પ્રમાણ અને તર્કથી સિદ્ધાન્તની પરીક્ષા-રક્ષા કરવી તે ન્યાયનું કાર્ય છે. બીજાઓથી તોડી પાડવામાં આવતા પોતાના સિદ્ધાન્તોની રક્ષા કરવા માટે જલ્પ, વિતંડા | વગેરેની યોજના કરવામાં આવી છે. નાના છોડની રક્ષા જેમ કાંટાની વાડથી થાય છે તેમ સ્વસિદ્ધાન્તોની રક્ષા જલ્પ, વિતંડા વગેરેથી થાય. ન્યાય ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે : (૧) પ્રાચીન ન્યાય કે જે જૈન અને | બૌદ્ધધર્મની પ્રતિષ્ઠા પૂર્વેનો છે. (૨) મધ્ય ન્યાય કે જે જૈન અને બૌદ્ધધર્મના યૌવન કાળનો છે. (૩) નવ્ય ન્યાય કે જે બૌદ્ધધર્મના પતન અને બ્રાહ્મણ-ધર્મના પુનરુત્થાન | કાળનો કહેવાય છે. અથવા એમ પણ કહી શકાય કે જેમાં મૂળ સૂત્રો હોય અને તે સૂત્રો ઉપર | ભાષ્યવાર્તિક, તાત્પર્ય, ટીકા આદિ હોય તે પ્રાચીન ન્યાય કહેવાય છે. જેમાં આ બધું વુિં ન્યાયસિદ્ધાનપુતાવેલી ભાગ-૧ C

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 284