________________
નવતત્વ પ્રકરણ | ગાથા-૪
અને તે પર્યાપ્તિ ઔદારિક આદિ પુદ્ગલોની બનેલી છે; અને પ્રાણાપાનપર્યાપ્તિ પૂરી થાય ત્યારે પ્રાણાપાનપર્યાપ્તિવાળા ઔદારિક આદિ પુદ્ગલોમાં શ્વાસોશ્વાસ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરી શકે અને ત્યાગ કરી શકે તેવી શક્તિ પેદા થાય છે, અને તે શક્તિવાળાં દારિક આદિ પુદ્ગલોથી જ ઉત્તરમાં જીવ શ્વાસોશ્વાસ વર્ગણાના દ્રવ્યને ગ્રહણ અને નિસર્ગ કરીને જીવનવ્યવસ્થા ટકાવે છે. (૫) ભાષાપર્યાપ્તિ - भाषायोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तनक्रियापरिसमाप्तिर्भाषापर्याप्तिः । (तत्त्वार्थ સૂત્ર . ૮, સૂ. ૨૨, માણ)
ભાષાને યોગ્ય એવા દ્રવ્યના ગ્રહણ અને ત્યાગની શક્તિની નિષ્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ ભાષાપર્યાપ્તિ છે.
જીવ ઉત્પત્તિ સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોને ભાષાપર્યાપ્તિરૂપે બનાવવાનો પ્રારંભ કરે છે, અને આ ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી તે ભાષાપર્યાપ્તિના
દારિક આદિ પુદ્ગલો દ્વારા જીવ ભાષાયોગ્ય દ્રવ્યને ગ્રહણ અને નિસર્ગ કરી શકે તેવી શક્તિ ભાષાપર્યાપ્તિમાં પ્રગટ થયેલી હોય છે, જેના બળથી ભાષાવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષારૂપે જીવ પરિણમન પમાડે છે અને તેનો ત્યાગ કરે છે, અને આ ભાષાપર્યાપ્તિ દ્વારા વચનપ્રયોગ કરીને જીવ અન્યને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. (vi) મન:પર્યાપ્તિ :
मनस्त्वयोग्यद्रव्यग्रहणनिसर्गशक्तिनिवर्तनक्रियापरिसमाप्तिर्मनःपर्याप्तिरित्येके । (તત્ત્વાર્થ સૂત્ર સ. ૮, સૂ. ૨૨, માર્થ)
મનપણાને યોગ્ય એવા દ્રવ્યના ગ્રહણ અને ત્યાગની શક્તિની નિષ્પત્તિની ક્રિયાની પરિસમાપ્તિ મન:પર્યાપ્તિ છે, તેમ ઇન્દ્રિયપર્યાપ્તિથી મન:પર્યાપ્તિને જુદી સ્વીકારનાર એક મત કહે છે.
જીવ ઉત્પત્તિના સમયે ઔદારિક આદિ પુદ્ગલોમાંથી મન:પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે છે, અને આ દારિક આદિ પુદ્ગલોની બનેલી મન:પર્યાપ્તિ પૂર્ણ થયા પછી તેના દ્વારા જીવ મનોવર્ગણા યોગ્ય દ્રવ્યને ગ્રહણ કરી મનરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org