________________
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧
૧૦પ
થાય છે. ત્યારપછી પિત્તાશયને પ્રાપ્ત કરીને તે આહાર પકાવાતો, ખલીભૂત થયેલો અશુચિ જ થાય છે, અને પક્વ થયેલો આહાર વાયુ આશયને પ્રાપ્ત કરીને વાયુથી ભેદાય છે, ત્યારે મળ અને રસ પૃથક થાય છે, મળમાંથી મૂત્રવિષ્ટા આદિ મળો પ્રગટ થાય છે અને રસમાંથી લોહી થાય છે. વળી, લોહીમાંથી માંસ થાય છે, માંસમાંથી મેદ થાય છે, મેદથી હાડકાં થાય છે, હાડકાંમાંથી મજ્જા થાય છે અને મજ્જામાંથી શુક્ર થાય છે. આ રીતે શ્લેખથી માંડીને શુક્ર સુધી સર્વ પદાર્થો અશુચિય છે, તેથી શરીરનું ઉત્તર કારણ પણ અશુચિ છે. માટે શરીર અશુચિમય છે.
(૨) અશુચિનું ભાન છે - કર્ણમલ, નાસિકામલ, આંખમલ, દાંતમલ, પરસેવો અને શ્લેષ્મ, પિત્ત, મૂત્ર, વિષ્ટાદિનું ભાજન શરીર છે, તેથી અશુચિ છે.
(૩) અશુચિનું ઉદ્ભવસ્થાન છે - કર્ણમલાદિનું ઉદ્ભવ શરીર છે, તેથી અશુચિનું ઉદ્ભવસ્થાન છે.
(૪) અશુભ પરિણામના પાકના ફળવાળું છે. સ્ત્રીઓના ઋતુકાળમાં બિંદુઓના આધાનથી માંડીને આ શરીર કલલ અવસ્થા=પ્રવાહી અવસ્થા, અબ્દપેશી અવસ્થા, ઘન અવસ્થા, સંપૂર્ણ ગર્ભ, કુમારભાવ, યૌવનભાવ, સ્થવિરભાવના જનક એવા અશુભ પરિણામના પાકથી અનુબદ્ધ દુર્ગધી પૂતિ સ્વભાવવાળું=ખરાબ સ્વભાવવાળું અને ખરાબ અંતવાળું છે, માટે શરીર અશુચિમય છે.
(૫) શરીરનું અશુચિપણું, ઉદ્વર્તનથી કસ્તુરી આદિ વિલેપનથી, અને રુક્ષણથી= સ્વચ્છ કરવાની ક્રિયાથી, સ્નાનથી કે ચંદનાદિનું અનુલેપન કરવાથી કે વિશિષ્ટ સુગંધી દ્રવ્યોના ધૂપથી, પ્રવર્ષથી=વસ્ત્રના ઘર્ષણથી, સુગંધી પદાર્થોથી વાસિત કરેલા વસ્ત્રાદિથી કે પુષ્પમાલા આદિથી દૂર કરવું અશક્ય છે, માટે શરીર અશુચિય છે.
આ રીતે શરીર અશુચિરૂપ છે અને પવિત્ર પદાર્થોનું ઉપઘાતક છે, તેથી અશુચિમય શરીર છે. એ પ્રમાણે વિચારવાથી શરીરમાં નિર્વેદ થાય છે, અને શરીર પ્રત્યે નિર્વેદભાવવાળો સાધક આત્મા શરીરના નાશ માટે યોગમાર્ગમાં સમ્યફ પ્રયત્ન કરી શકે છે, તેથી અશુચિ ભાવનાથી આત્માને ભાવિત કરવો સાધુ માટે આવશ્યક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org