________________
નવતત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫
૧૧૭
આ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવને આશ્રયીને ભિક્ષા મળે તો ગ્રહણ કરવું અને શેષનું પ્રત્યાખ્યાન કરવું તે વૃત્તિસંક્ષેપ તપ છે. આ પ્રકારના તપથી સંયમસ્થાનની વૃદ્ધિ થાય તો કર્મની નિર્જરા થાય અને કર્મની નિર્જરા થાય તો વૃત્તિસંક્ષેપ નામનો સમ્યફ તપ થાય છે. (iv) સમ્યગુ રસપરિત્યાગ તપ :
रसपरित्यागोऽनेकविधः । तद्यथा-मद्य-मांस-मधु-नवनीतादीनां रसविकृतीनां પ્રત્યારણ્યાનું વિસરૂક્ષીર્ઘદૃઢ || (તત્ત્વાર્થસૂત્ર . , સૂ. ૨૨, માર્થ)
રસપરિત્યાગ અનેક પ્રકારનો છે.
મધ, માંસ, મધ, માખણ આદિ દસ વિગઈનું પ્રત્યાખ્યાન=ચાર મહાવિગઈ અને દૂધ આદિ છ વિગઈનું પ્રત્યાખ્યાન, અને વિરસ રુક્ષાદિ આહારગ્રહણનો અભિગ્રહ એ રસપરિત્યાગ છે.
સાધુઓ સંયમવૃદ્ધિ અર્થે મદ્ય, માંસ, મધ, માખણ એ ચાર મહાવિગઈ અને દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને કડાવિગઈ એ છ સામાન્ય વિગઈનો ત્યાગ કરે, અને વિરસ એવા રુક્ષ, અંત અને પ્રાંત આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે, જેથી આહારમાં પણ વૃદ્ધિ થાય નહિ અને દેહની પુષ્ટિ કરવાની પણ વૃત્તિ થાય નહિ, પરંતુ દેહ પ્રત્યે નિરપેક્ષભાવ વૃદ્ધિ પામે. (૫) સમ્યફ કાયક્લેશ તપकायक्लेशोऽनेकविधः । तद्यथा-स्थानवीरासनोत्कटुकासनैकपार्श्वदण्डायतનાતાપનાપ્રાવૃતાનિ (તત્ત્વાર્થસૂત્ર . , સૂ. ૨૨, માધ્ય) કાયોત્સર્ગમાં રહેવું, વીરાસનમાં રહેવું, હાથ ઊંચા કરીને આતાપના લેવી, ઠંડી વખતે વસ્ત્રને ગ્રહણ કર્યા વગર રહેવું ઇત્યાદિ પ્રવૃત્તિપૂર્વક ચિત્તને ધર્મધ્યાનમાં પ્રવર્તાવવામાં આવે તે કાયક્લેશ તપ છે. (vi) સમ્ય વિવિક્તશય્યાસનતા તપ
विविक्तशय्यासनता नाम एकान्तेऽनाबाधेऽसंसक्ते स्त्रीपशुपण्डकवर्जिते । शून्यागारदेवकुल-सभा-पर्वतगुहादीनामन्यतमस्मिन् समाध्यर्थं संलीनता ।। (तत्त्वार्थसूत्र સ. ૧, ખૂ. ૨૨, માણ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org