Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 141
________________ ૧૨૬ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૯ ક્રમસર પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, એકસો ત્રણ, બે અને પાંચ પ્રકારવાળા છે. ll૩૯ll ભાવાર્થ : જ્ઞાનાવરણીયકર્મના પાંચ, દર્શનાવરણીયકર્મના નવ, મોહનીયકર્મના અઠ્ઠાવીસ, વેદનીયકર્મના બે, આયુષ્યકર્મના ચાર, નામકર્મના એકસો ત્રણ, ગોત્રકર્મના બે અને અંતરાયકર્મના પાંચ ભેદો છે. તે આ પ્રમાણે – (૧) જ્ઞાનાવરણીય ઃ ૫ ભેદ. (i) મતિજ્ઞાનાવરણીય, (ii) શ્રુતજ્ઞાનાવરણીય, (iii) અવધિજ્ઞાનાવરણીય, (iv) મન:પર્યવજ્ઞાનાવરણીય, (૫) કેવલજ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય ઃ ૯ ભેદ. (i) ચક્ષુદર્શનાવરણીય, (ii) અચક્ષુદર્શનાવરણીય, (iii) અવધિદર્શનાવરણીય, (iv) કેવલદર્શનાવરણીય, (૫) નિદ્રા, (vi) નિદ્રાનિદ્રા, (vii) પ્રચલા, (viii) પ્રચલાપ્રચલા, (ix) થીણદ્ધિ. (૩) વેદનીયકર્મ: ૨ ભેદ. (i) શાતાવેદનીય, (ii) અશાતવેદનીય. (૪) મોહનીયકર્મ: ૨૮ ભેદ. દર્શનમોહનીયકર્મનાં ત્રણ ભેદ. (૧) સમ્યકત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય, (૩) મિથ્યાત્વમોહનીય, ચારિત્રમોહનીયકર્મ અંતર્ગત કષાયના સોળ ભેદ. (૪-૭) અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ. (૮-૧૧) અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ કષાય (૧૨-૧૫) પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ કષાય (૧૩-૧૯) સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ કષાય ચારિત્રમોહનીયકર્મ અંતર્ગત નોકષાયના નવ ભેદ. (૨૦-૨૮) હાસ્ય-રતિ-શોક-અરતિ-ભય-જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ નોકષાયમોહનીયકર્મનાં નવ ભેદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182