________________
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪૬-૪૭
(૭) સમ્યક્ત્વ માર્ગણામાંથી માત્ર ક્ષાયિકસમ્યક્ત્વીને મોક્ષ છે, અન્ય ચાર સમ્યક્ત્વીને અને મિથ્યાત્વીને મોક્ષ નથી.
૧૩૬
(૮) આહાર-અનાહા૨માર્ગણામાંથી અનાહારમાર્ગણામાં મોક્ષ છે, આહારમાર્ગણામાં મોક્ષ નથી.
(૯) દર્શનમાર્ગણામાંથી કેવળદર્શનમાર્ગણામાં મોક્ષ છે, શેષ દર્શનમાર્ગણામાં મોક્ષ નથી.
(૧૦) જ્ઞાનમાર્ગણામાંથી કેવળજ્ઞાનમાર્ગણામાં મોક્ષ છે, શેષ ચાર જ્ઞાનમાર્ગણામાંથી અને ત્રણ અજ્ઞાનમાર્ગણામાંથી મોક્ષ નથી.
શેષ ચાર માર્ગણામાં અર્થાત્ (૧) ચાર પ્રકારના કષાયો, (૨) ત્રણ પ્રકારના વેદ, (૩) ત્રણ પ્રકારના યોગ અને (૪) છ પ્રકારની લેશ્યા, એ શેષ ચાર માર્ગણામાં, મોક્ષ નથી. ॥૪॥
અવતરણિકા :
ગાથા-૪૩માં નવ દ્વારથી મોક્ષતત્ત્વની વિચારણા કરવાની છે તેમ કહ્યું. ત્યારપછી સત્પદપ્રરૂપણા આદિ નવ દ્વારોથી મોક્ષની વિચારણા કરવાનો પ્રારંભ કર્યો. તેમાંથી સત્પદપ્રરૂપણારૂપ પ્રથમ દ્વારથી મોક્ષની વિચારણા માર્ગણા દ્વારા કઈ રીતે કરવી, તે ગાથા-૪૪ થી ૪૬માં બતાવ્યું. હવે ક્રમપ્રાપ્ત સત્પદપ્રરૂપણાદિ તવ દ્વારોમાંથી બીજા અને ત્રીજા દ્વારરૂપ દ્રવ્યપ્રમાણદ્વારથી અને ક્ષેત્રદ્વારથી મોક્ષતત્ત્વને બતાવે છે –
51121 :
दव्वपमाणे सिद्धाणं, जीवदव्वाणि हुंतिऽणंताणि । लोगस्स असंखिज्जे, भागे इक्को य सव्वेवि ।। ४७ ।।
ગાથાર્થ ઃ
સિદ્ધોના દ્રવ્યપ્રમાણમાં અનંત જીવદ્રવ્યો છે. લોકના અસંખ્યાતમાભાગમાં એક અને સર્વ પણ સિદ્ધના જીવો છે. II૪૭।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org