Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૬ ૧૩૫ અવતરણિકા : દરેક માર્ગણાઓના કયા અવાંતરભેદમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે બતાવે છે – ગાથા : नरगइ पणिंदितस भव, सन्नि अहक्खाय खइअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दंसणनाणे न सेसेसु ।।४६।। ગાથાર્થ : (૧) મનુષ્યગતિ, (૨) પંચેન્દ્રિય, (3) કસ, (૪) ભવ્ય, (૫) સંજ્ઞી, (૬) યથાખ્યાન ચારિત્ર, (૭) ક્ષાયિક સમ્યકત્વ, (૮) અનાહાર, (૯) કેવળદર્શન, (૧૦) કેવળજ્ઞાનમાં મોક્ષ છે. શેષભેદોમાં મોક્ષ નથી(૧૧) કષાય, (૧૨) વેદ, (૧૩) યોગ અને (૧૪) વેશ્યા, આ ચાર માર્ગણામાં મોક્ષ નથી. II૪૬ll ભાવાર્થ - (૧) ગતિમાર્ગણામાં માત્ર મનુષ્યગતિમાંથી મોક્ષ છે, શેષ ત્રણ ગતિઓમાંથી મોક્ષ નથી. (૨) જાતિમાર્ગણામાં માત્ર પંચેન્દ્રિય જાતિમાંથી મોક્ષ છે, શેષ ચાર જાતિઓમાંથી મોક્ષ નથી. (૩) કાયમાર્ગણામાંથી ત્રસકાયમાં મોક્ષ છે, શેષ પૃથ્વીકાય આદિ ચાર કાયમાંથી મોક્ષ નથી. (૪) ભવ્ય-અભવ્ય માર્ગણામાંથી ભવ્યમાર્ગણામાં મોક્ષ છે, અભવ્યમાર્ગણામાં મોક્ષ નથી. (૫) સંજ્ઞી-અસંજ્ઞી માર્ગણામાંથી સંજ્ઞીમાર્ગણામાં મોક્ષ છે, અસંજ્ઞીમાર્ગણામાં મોક્ષ નથી. (૯) સંયમીમાર્ગણામાંથી માત્ર યથાખ્યાતચારિત્રમાં મોક્ષ છે, શેષ ચાર ચારિત્રમાં મોક્ષ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182