________________
૧૨૨
નવતત્વ પ્રકરણ | ગાથા-૩૭
અવતરણિકા :
ગાથા-૩૪માં સામાન્યથી નિર્જરાતત્વને અને બંધતત્વને બતાવેલ. ત્યારપછી નિર્જરાતત્વના ૧૨ ભેદો બતાવ્યાં. હવે ગાથા-૩૪માં બતાવેલ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ બંધતત્ત્વના ચાર ભેદોનું સ્વરૂપ બતાવે છે – ગાથા :पयई सहावो वुत्तो, ठिई कालावहारणं ।
अणुभागो रसो णेओ, पएसो दलसंचओ ।।३७।। ગાથાર્થ :પ્રકૃતિ સ્વભાવ કહેવાયો છે. સ્થિતિ કાળનું અવધારણ છે કાળની મર્યાદા છે. અનુભાગ રસ જાણવો. પ્રદેશ દળિયાનો સંચય જાણવો. l૩૭ના ભાવાર્થ :
વન્યઃ I (તત્ત્વાર્થસૂત્ર . ૮, સૂ. ૩) प्रकृतिस्थित्यनुभावप्रदेशास्तद्विधयः । (तत्त्वार्थसूत्र अ. ८, सू. ४)
प्रकृतिबन्धः, स्थितिबन्धः, अनुभावबन्धः, प्रदेशबन्ध इति । (तत्त्वार्थसूत्र अ. ૮, સૂ. ૪, માધ્ય)
આત્માના મોહજનિત અધ્યવસાયથી અને યોગથી આત્માની સાથે કર્મપુદ્ગલોનો જે સંબંધ થાય છે, તે બંધાયેલ કર્મયુગલોની વિચારણા ચાર પ્રકારે થાય છે.
(i) પ્રકૃતિબંધ:- બંધાયેલ કર્મની પ્રકૃતિ અર્થાત્ આત્મા સાથે સંલગ્ન થયેલાં કર્મો આત્મા ઉપર જે પ્રકારનું કાર્ય કરતાં હોય તે પ્રકારનો કર્મનો સ્વભાવ, પ્રકૃતિબંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org