Book Title: Navtattva Prakaran
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 127
________________ ૧૧૨ (૧) સામાયિકસંયમ : સામાયિકસંયમ એ સર્વવિરતિ સામાયિક છે. सर्वसावद्ययोगविरतिलक्षणं सामायिकं । (तत्त्वार्थसूत्र अ. ९, सू. १८, सिद्धसेनगणि टीका ) બાવીસ તીર્થંકરના કાળમાં સાધુઓને સામાયિકસંયમ હોય છે, અને પ્રથમ તથા ચરમતીર્થંકરના કાળમાં વડીદીક્ષાની પ્રાપ્તિ પૂર્વે સામાયિકસંયમ હોય છે. જે સર્વ સાવદ્યયોગની વિરતિ સ્વરૂપ છે. નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૨-૩૩ (૨) છેદોપસ્થાપ્યસંયમ : पूर्वपर्यायच्छेदे सति उत्तरपर्याये उपस्थापनं । (तत्त्वार्थसूत्र अ. ९, सू. १८, सिद्धसेनगणि टीका) પૂર્વના સંયમપર્યાયના છેદપૂર્વક ઉત્તરના પર્યાયમાં=પાંચ મહાવ્રતોનાં પર્યાયમાં ઉપસ્થાપન એ છેદોપસ્થાપ્યસંયમ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના કાળમાં વડીદીક્ષાની પ્રાપ્તિ સમયે પાંચ મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે છે. તે વખતે પૂર્વના પર્યાયનો છેદ કરવામાં આવે છે અને પાંચ મહાવ્રતોમાં સાધુને ઉપસ્થાપન કરવામાં આવે છે, તે છેદોપસ્થાપ્યસંયમ છે. ૨૩મા તીર્થંકરના સાધુઓ જ્યારે ચરમતીર્થંકરના શાસનમાં આવે ત્યારે તેઓને પણ છેદોપસ્થાપ્યસંયમ પ્રાપ્ત થાય છે. (૩) પરિહારવિશુદ્ધ સંયમ ઃ परिहारः-तपोविशेषस्तेन विशुद्धं परिहारविशुद्धिकं चेति । (तत्त्वार्थसूत्र अ. ९, સૂ. ૮, સિદ્ધસેનળિ ટીજા) પરિહાર–તપવિશેષ. તેનાથી વિશુદ્ધ એવું જે સંયમ તે પરિહારવિશુદ્ધ સંયમ. જિનકલ્પ સ્વીકારતાં પૂર્વે તપવિશેષનું સેવન ક૨વામાં આવે છે. તે તપવિશેષથી વિશુદ્ધ એવું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધ સંયમ છે. (૪) સૂક્ષ્મસંપરાયસંયમ : - सूक्ष्मः=श्लक्ष्णावयवः सम्परायः कषायः संसारभ्रान्तिहेतुर्यत्र तत् सूक्ष्मसम्परायम् । (તત્ત્વાર્થસૂત્ર ૪. ૧, સૂ. ૮, સિદ્ધસેનળિ ટીજા) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182