________________
૪૬
નવતત્વ પ્રકરણ | ગાથા-૧૨-૧૩, ૧૪ મહિનો : બે પક્ષનો એક મહિનો થાય છે. વર્ષ: બાર મહિનાનું એક વર્ષ થાય છે.
આ રીતે સમયથી માંડીને એક વર્ષ સુધીના કાળની મર્યાદા બતાવી. વિશેષ પ્રકારની કાળની ગણના માટે પલ્યોપમ વગેરેથી કાળની ગણના કરાય છે.
પલ્યોપમ : પલ્યોપમ એટલે અસંખ્યાત વર્ષોનો સમુદાય=વિશેષ પ્રકારના પ્યાલાથી ગણના કરાયેલ વર્ષોની સંખ્યાવાળું કાલમાન.
સાગરોપમ : એક કોડને એક ક્રોડ વડે ગુણવાથી જે સંખ્યા આવે તેને ૧૦ વડે ગુણવાથી ૧૦ કોટાકોટી થાય અને ૧૦ કોટાકોટી પલ્યોપમનો એક સાગરોપમ થાય. ઉત્સર્પિણી-અવસર્પિણી કાળઃ ૨૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ.
આ રીતે સમયથી માંડીને ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી કાળની સંખ્યાની ગણના બતાવી. તે સિવાય કાળવિષયક અન્ય કોઈ સ્પષ્ટતા પ્રસ્તુત ગ્રંથમાં કરેલ નથી.
વસ્તુતઃ અજીવ દ્રવ્યમાં કાળતત્ત્વની ગણના તત્ત્વાર્થ સૂત્રમાં કરી નથી, પરંતુ એક મત કાળને અજીવ દ્રવ્ય તરીકે સ્વીકારે છે, તેમ તત્ત્વાર્થ સૂત્રમાં કહેલ છે.
ધર્માસ્તિકાય આદિ જેમ સ્વતંત્ર દ્રવ્ય છે તેમ કાળ નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, પરંતુ અનંતકાળ પસાર થયો તેનો બોધ કરવા અર્થે કાળને ઉપચારથી દ્રવ્ય કહેલ છે, એમ ઉપાધ્યાયજી મહારાજ અને શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ કહેલ છે, અને તે અનુસાર ધર્માસ્તિકાય આદિ અન્ય અજીવ દ્રવ્યોની જેમ કાળ નામનું કોઈ દ્રવ્ય નથી. પરંતુ વ્યવહારમાં દિવસ-રાત વગેરેની ગણનામાં કાળ ઉપયોગી છે. તેથી ઉપચારથી કાળને દ્રવ્ય તરીકે શ્વેતાંબરમતમાં સ્વીકારવામાં આવે છે. II૧૨-૧૩ અવતરણિકા :
જીવદ્રવ્યનું અને અજીવદ્રવ્યનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે બાર દ્વારોથી જીવ-અજીવ વિષયક વિચારણા કરવા માટે તે દ્વારોનાં નામો બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org