________________
નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૧૮-૧૯, ૨૦
૬૯
પ્રાપ્ત થયેલા શરીરમાં સુરભિગંધ અને દુરભિગંધની પ્રાપ્તિમાં કારણ એવું જે કર્મ તે ગંધનામકર્મ છે. જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં પાંચ પ્રકારના રસનો હેતુ એવું નામકર્મ તે રસનામકર્મ છે, અને જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં આઠ પ્રકારના સ્પર્શનો હેતુ એવું જે નામકર્મ તે સ્પર્શનામકર્મ છે.
અશુભ વર્ણ, ૨સ, ગંધ અને સ્પર્શ જે નામકર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય તે અપ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક પાપપ્રકૃતિઓ છે.
જીવને પ્રાપ્ત થયેલા શરીરમાં કૃષ્ણ અને નીલ એ બે વર્ણ, ગંધમાં દુરભિગંધ, રસમાં તીખો અને કડવો એ બે રસ, અને સ્પર્શમાં ગુરુ, કર્કશ, શીત અને રુક્ષ એ ચાર સ્પર્શ, એમ અવાંતર નવ અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો પાપપ્રકૃતિમાં સમાવેશ થાય છે.
||૧૮-૧૯૯
અવતરણિકા :
પૂર્વની બે ગાથા-૧૮ અને ૧૯માં બ્યાસી પાપપ્રકૃતિઓમાં સ્થાવરદશકને ગ્રહણ કરેલ છે. તેથી હવે તે સ્થાવરદશકમાં કઈ દશ પ્રકૃતિઓ છે, તે બતાવે છે
-
ગાથા :
थावर सुहुम अपज्जं, साहारणमथिरमसुभदुभगाणि । दुस्सरणाइज्जजसं थावरदसगं विवज्जत्थं ।। २० ।।
ગાથાર્થ ઃ
સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અસ્થિર-અશુભ-દૌર્ભાગ્યદુઃસ્વર-અનાદેય અને અપયશ એ સ્થાવર દશક, વિપરીત અર્થવાળું છે=ત્રસદશક કરતાં વિપરીત અર્થવાળું છે. II૨૦II
ભાવાર્થ :
(૨૩) સ્થાવરનામકર્મ :- ગરમી આદિથી અભિભૂત થયેલા પણ જીવો તેના પરિહાર માટે અસમર્થ હોય તે સ્થાવર કહેવાય, અને તે સ્થાવર અવસ્થાની પ્રાપ્તિનું કારણ એવું જે કર્મ તે સ્થાવરનામકર્મ. એકેન્દ્રિય જીવોને સ્થાવરનામકર્મનો ઉદય હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org