________________
૮૨
નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૨-૨૩-૨૪
(૧૩) પાષ્યિ =પ્રાહિત્યકક્રિયા :- પાપના આરંભને કરનાર એવા અપૂર્વ અધિકરણનું સ્વબુદ્ધિથી નિષ્પાદન કરવું એ પ્રાહિત્યકક્રિયા છે.
(૧૪) સામંતોવળી સામન્તોપનિપાતિકીક્રિયા - સ્ત્રી, પુરુષ, નપુંસક અને પશુના આવાગમનવાળા દેશમાં જઈને સાધુ પરઠવવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરે તે સામન્તોપનિપાતિકીક્રિયા છે. અથવા પ્રમત્ત સાધુઓ પરઠવવા યોગ્ય એવા ભક્તપાનાદિ અનાચ્છાદિક રાખે તો સંપાતિમ જીવોનો તેમાં પાત થાય છે, તે સામન્તોપનિપાતિકીક્રિયા છે. (૧૫) નેત્થિરનેશસ્ત્રિકીક્રિયા :- નૈસૃષ્ટિની ક્રિયા, નિસર્ગક્રિયા. (૧૭) સાહિત્યી સ્વસ્તિકીક્રિયા :- અભિમાનથી રોષિત થયેલા ચિત્ત વડે અન્ય પુરુષના પ્રયત્નથી કરવા યોગ્ય એવી જે ક્રિયા તે પોતાના હાથે કરવામાં આવે તે સ્વસ્તિકીક્રિયા છે.
(૧૭) ડાબ=કાનયનક્રિયા=આનયનક્રિયા અથવા આજ્ઞાપનિકીક્રિયા :સાધુ સ્વયે સ્વચ્છેદથી કોઈ વસ્તુ લઈ આવે અથવા બીજા પાસેથી મંગાવે તે આનયનક્રિયા છે અથવા સાધુ કોઈને ‘તું આ કર’ એ પ્રકારની આજ્ઞા કરે નહિ, છતાં પણ પ્રમાદને વશ કોઈ સાધુ આજ્ઞા કરનારા વચનથી કોઈને કાર્ય કરવાનું કહે, તો તે આજ્ઞાપનિક ક્રિયા છે.
(૧૮) વિકારળિયા=વેદારણિકીક્રિયા - વિદારણ=કોઈનું હૈયું ચીરી નાખવું. બીજા વડે આચરણ કરાયેલ અપ્રકાશનીય એવા પાપનું પ્રકાશન કરવું તે વિદારણક્રિયા છે.
(૧૯) કળમો=અનાભોગિકીક્રિયા - નહિ જોવાયેલ અને નહિ પ્રમાર્જન કરાયેલ એવા સ્થાનમાં શરીરની કે ઉપકરણની સ્થાપનની સાધુની ક્રિયા તે અનાભોગિકી ક્રિયા છે.
(૨૦) અવqફયા અનવકાંક્ષપ્રત્યયિકીક્રિયા:- અનવકાંક્ષપ્રત્યયિકીક્રિયા બે પ્રકારની છે : (૧) સ્વઅનવકાંક્ષપ્રત્યયિકક્રિયા અને (૨) પરઅનવકાંક્ષપ્રત્યયિકીક્રિયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org