Book Title: Nandishen Jain Sahityani Diary Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ શ્રી નદિષેણ પાર નહીં. ન કોઈ માર્ગ મળે, ન કોઈ કેડી દેખાય ! છબ છબ કરતાં પંખીઓ માર્ગભૂલ્યાને જાણે આશ્વાસન આપે ! વનનો રાજા તો સિંહ, પણ આ વનનો રાજા હતો એક જોરાવર હાથી. જેમ મગધનાં ગામ-નગરોમાં શ્રેણિક રાજાનું રાજ, તેમ આ જંગલમાં આ હાથીનું રાજ. રાજાની પાછળ રાણીઓની જેમ, અનેક હાથણીઓ એ હસ્તિરાજની પાછળ પાછળ ફર્યા કરે. એ બધીનોય એ એક જ સ્વામી, પણ આવા જોરાવર હાથીને પણ એક ભારે ચિંતા : રખેને બીજો કોઈ હાથી વધુ જોરાવર પાકે અને પોતાનું રાજ પડાવી લે ! આ બીકનો માર્યો એ જન્મતાંની સાથે જ બધા નરહાથીઓનો નાશ કરી નાખે, હાથણી જન્મે તો તેનું નામ ન લે. એક વખતની વાત છે. એક હાથણીને ગર્ભ રહ્યો. ભાવિના કોઈ એંધાણ હોય એમ એના મનમાં થયું ? જરૂર આ વખતે મને નરાહાથી જન્મશે, અને જો એનું પહેલાંથી જતન નહીં થાય તો હસ્તિરાજ એને મારી નાખ્યા વગર નહીં રહે ! પેટના સંતાનની આ દશા ! જાણે ઉદરમાં રહ્યો રહ્યો ગર્ભ હાથણીના હૈયાને હલાવી રહ્યો. પોતાના બચ્ચાને બચાવવાની હાથણી હંમેશાં ચિંતા કરવા લાગી. જંગલથી દૂર, રાજગૃહીના રસ્તે, એક આશ્રમ હતો. લોકો એને તાપસીનો આશ્રમ કહેતા. ભારે રળિયામણો એ આશ્રમ. કુદરત જાણે ત્યાં અભરે ભરાઈ હતી. તડકાને દૂર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36