Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી નંદિપેણ ت ن . ت . ن . د . ت . જોયું તો સેચનક મદમત્ત બની બેઠો હતો. ભલભલાની હામ હારી જાય એવો તાકડો હતો, પણ કુમાર સાવ સ્વસ્થ હતો. ધીમે પગલે એ આગળ વધ્યો અને લોકોના જીવ થંભી ગયા. કુમાર થોડાં ડગ વધુ આગળ વધી સેચનકની સામે મીટ માંડીને ઊભો. સેચનકે એ દૃષ્ટિ સાથે પોતાની દૃષ્ટિ મેળવી. ગંડસ્થળ ઉપાડી એણે ધસવા પ્રયત્ન કર્યો, પણ એના પગ જાણે થંભી ગયા. કોઈ જાદુ થયો હોય એમ મારવા ઉપાડેલું એનું ગંડસ્થળ નંદિષણના પગ આગળ નમી પડ્યું. લોકો તો વિચાર કરતા રહ્યા : આ તે સ્વપ્ન કે સત્ય ! જોતજોતાંમાં નંદિષેણ સેચનકની સૂંઢ ઉપર થઈ એની ગરદન ઉપર સવાર થઈ ગયો. જાણે કોઈ રૂડો રૂપાળો દેવકુમાર હાથી ઉપર દીપતો હોય એવું એ દૃશ્ય હતું. લોકોએ આનંદમાં આવી નંદિષણનો જયનાદ કર્યો. ક્ષણ પહેલાંના પાગલ સેચનકે શ્રેણિક રાજાનો પટ્ટહસ્તી બનવા રાજગૃહી તરફ ડગ માંડ્યાં. રાજા વિચારે છે, આ તે કેવી વાત કહેવાય ? નંદિષણના મનમાં પણ ગડમથલ થયા કરે છે કે બળથી ન હાર્યો એ નજરમાત્રથી કેમ કરી વશ થયો ? આખી પ્રજાને પણ આ વાત કોયડા જેવી થઈ પડી. બધાય વિચારે છે, પણ કોઈને સમજ પડતી નથી. એક દિવસની વાત છે. વનપાળ વધામણી લાવે છેઃ મહારાજ, પ્રભુ મહાવીર ઉદ્યાનમાં પધાર્યા છે. વાત સાંભળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36