Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૭ . . . : .ت: - શિક્ષક : ઘણાં. તેમાંનાં થોડાંનાં નામ તમને જણાવું. રઘુવિલાસ, નલવિલાસ, રાવધાભ્યદય, સત્યહરિશ્ચન્દ્ર, કૌમુદીચિત્રાનંદ, નિર્ભયભીમ-વ્યાયો ગ (કર્તા શ્રી હેમચંદ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર) હમીરમદમર્દન (કર્તા જયસિંહ) રંભામંજરી (કર્તા નયચંદ્રસૂરિ), મોહપરાજય (કર્તા યશપાલ), મુદ્રિત કુમુદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રોપદી સ્વયંવર, ધર્માલ્યુદય વગેરે. ચૌદમો વિદ્યાર્થી અને આપણામાં કથાઓ કેટલી છે? શિક્ષક : બેસુમાર. સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ પર્વ, શ્રી પાદલિપ્તાચાર્યની તરંગલોલા, દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની કુવલયમાલા, શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, વસુદેવહિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાઇવ્ય સિદ્ધર્ષિગણિની ઉપમિતિ શ્રી ભવપ્રપંચાકથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી વગેરે મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રનાં અનેક સંસ્કરણ થયાં છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીસી, વૈતાલપચીસી, શુકસપ્તતિ વિગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ સાતસો ઉપરાંત રાસ છે અને પ્રબંધની રચનામાં પણ જેનો આગળ પડતા છે. શ્રી મેરૂતુંગાચાર્યે પ્રબંધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36