Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005446/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ શ્રી સંદિપેણ જૈન સાહિત્યની ડાયરી TE WA WYNN curva જયભિખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ - કુિલ પુસ્તક ૧૦]. ૧. તીર્થંકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ = શ્રેણી ૨ - પુ.૭ શ્રી નંદિષણ જૈન સાહિત્યની ડાયરી સંપાદક જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 | કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ | મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાકા સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ન્નિા ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિષેણ અત્યારે જેને આપણે બિહાર પ્રાંત કહીએ છીએ, તેને જૂના કાળમાં મગધદેશ કહેતા. તેની રાજધાનીનું નામ રાજગૃહી. એના રાજાનું નામ શ્રેણિક. ભગવાન મહાવીર વિચરતા હતા એ સમયની, આજથી આશરે પચીસસો વર્ષ પહેલાંની આ વાત છે. મગધદેશ તો ત્યારે આખા ભારતનું નાક લેખાતો. ચારે દિશામાં પોતાની આણ વર્તાવનાર રાજા-મહારાજા ત્યાં જ થયા. એ દેશની નામના બીજા દેશોમાં પણ ગવાતી. અને રાજગૃહી નગરી તો જાણે બીજી અલકાપુરી જ જોઈ લો! શું એનો વૈભવ ! વાદળ સાથે વાતો કરતી એની ઊંચી ઊંચી હવેલીઓ, દેશ-વિદેશની નવી નવી ચીજોથી શોભતી એની બજારો, એના મોટા મોટા ચોક અને રૂપાળા રૂપાળા ઝરૂખાઓ ભલભલાના મનને ભાવી જતા. દૂર દૂરના સોદાગરો પોતાનો માલ આ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ નગરીમાં ઠાલવતા. અને સમુદ્ર બધી નદીઓનાં જળને પોતાના પેટમાં સમાવી દે તેમ આ નગરી કીમતીમાં કીમતી માલને પણ ખરીદી લેતી. કોઈ સોદાગર કદી ખાલી હાથે પાછો જાય એવું બને જ નહિં. એ દેશની પ્રજા પણ ભારે ભોળી : ભોગ જોઈને ભોગમાં પડતાંય એને વાર નહીં, અને ત્યાગ જોઈને બધું છોડી દેતાંય વાર નહીં. કૂડકપટનું તો જાણે ત્યાં કામ નહીં. આવી સોહામણી નગરી અને આવી ભલીભોળી પ્રજાના શિરછત્રનું નામ રાજા શ્રેણિક રાજા તો જાણે પ્રજાના સાચા પિતા. આઠે પહોર એ પ્રજાની ચિંતા કર્યા કરે. પ્રજા સુખી તો રાજા સુખી, એ જાણે એનો જીવનમંત્ર. ધર્મની વાત તો રાજાજીને ખૂબ ખૂબ ગમે. પ્રજા ધર્મ કરે તે માટે શ્રેણિક રાજા જેને જે જોઈએ તે સહાય આપે. રાજા શ્રેણિકને અનેક રાણીઓ ને અનેક રાજકુમારો. મહાબુદ્ધિશાળી મંત્રી અભયકુમાર પણ રાજા શ્રેણિકના જ પુત્ર. એમની બુદ્ધિની તો શી વાત ! શ્રેણિક રાજાના બીજા એક પુત્રનું નામ નંદિષેણ. લાડકોડમાં ઊછરેલ નંદિષેણ દેખાવે રૂપાળા અને શરીરે બળવાન હતા. કદી હિંમત હારે નહીં એવું નીડર એમનું મન હતું. શહેરથી દૂર દૂર એક જંગલ હતું. જંગલ પણ કેવું ! પેસીએ તો જાણે બી મરીએ, મોટાં મોટાં ઝાડો અને લાંબી લાંબી વેલડીઓ, જાળાં-ઝાંખરાં અને ખાડા-ટેકરાઓનો કોઈ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી નદિષેણ પાર નહીં. ન કોઈ માર્ગ મળે, ન કોઈ કેડી દેખાય ! છબ છબ કરતાં પંખીઓ માર્ગભૂલ્યાને જાણે આશ્વાસન આપે ! વનનો રાજા તો સિંહ, પણ આ વનનો રાજા હતો એક જોરાવર હાથી. જેમ મગધનાં ગામ-નગરોમાં શ્રેણિક રાજાનું રાજ, તેમ આ જંગલમાં આ હાથીનું રાજ. રાજાની પાછળ રાણીઓની જેમ, અનેક હાથણીઓ એ હસ્તિરાજની પાછળ પાછળ ફર્યા કરે. એ બધીનોય એ એક જ સ્વામી, પણ આવા જોરાવર હાથીને પણ એક ભારે ચિંતા : રખેને બીજો કોઈ હાથી વધુ જોરાવર પાકે અને પોતાનું રાજ પડાવી લે ! આ બીકનો માર્યો એ જન્મતાંની સાથે જ બધા નરહાથીઓનો નાશ કરી નાખે, હાથણી જન્મે તો તેનું નામ ન લે. એક વખતની વાત છે. એક હાથણીને ગર્ભ રહ્યો. ભાવિના કોઈ એંધાણ હોય એમ એના મનમાં થયું ? જરૂર આ વખતે મને નરાહાથી જન્મશે, અને જો એનું પહેલાંથી જતન નહીં થાય તો હસ્તિરાજ એને મારી નાખ્યા વગર નહીં રહે ! પેટના સંતાનની આ દશા ! જાણે ઉદરમાં રહ્યો રહ્યો ગર્ભ હાથણીના હૈયાને હલાવી રહ્યો. પોતાના બચ્ચાને બચાવવાની હાથણી હંમેશાં ચિંતા કરવા લાગી. જંગલથી દૂર, રાજગૃહીના રસ્તે, એક આશ્રમ હતો. લોકો એને તાપસીનો આશ્રમ કહેતા. ભારે રળિયામણો એ આશ્રમ. કુદરત જાણે ત્યાં અભરે ભરાઈ હતી. તડકાને દૂર For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ રાખતી ઘેરી ઘેરી વૃક્ષઘટાઓ, કોમળ સુકોમળ વેલડીઓના નાના નાના લતામંડપો, કલકલ કરતું પાણીનું ઝરણું અને નિર્ભયપણે ફરતાં અને ચરતાં પશુ-પંખીઓ આશ્રમની શોભામાં અનેરો વધારો કરતાં. શાંતિનું જ જાણે ત્યાં રાજ ચાલતું. ન કોઈ ધમાલ, ન કોઈ હાયવોય ! આશ્રમની નાની નાની ઝૂંપડીઓ ને તેમાં રહેતા તાપસી અને બાળતાપસો સહુનું મન હરી લેતા. નાના-મોટા સહુ ભણવા-ગણવામાં કે ધ્યાનમાં મગ્ન રહેતા. બાળતાપસી અનેક રમતો કરી આનંદ માણતાં. મનુષ્ય કે પશુ-પંખી સહુ કોઈને ત્યાં આશરો મળી રહેતો. પ્રસવકાળ પાસે આવતો ગયો તેમ પેલી હાથણીની ચિંતા વધતી ગઈ. એ તો ચારેકોર નિર્ભય જગ્યાની શોધ કર્યા જ કરે. ફરતી વરતી એ આ આશ્રમ પાસે આવી પહોંચી. અને જાણે એનું મન ઠરી ગયું. એના દિલે જાણે સાખ પૂરી : મારું બાળક જરૂર અહીં આશરો પામશે ! બરાબર પ્રસવ ઘડી આવી પહોંચી એટલે પોતાના ટોળાની સરત ચૂકવીને એ આશ્રમ પાસે જઈ પહોંચી. એણે નરહાથીને જન્મ આપ્યો. એનું અંતર આનંદથી છવાઈ ગયું, પણ હવે ત્યાં વધુ રહે તો બન્નેના જીવ જોખમમાં આવી પડે, એટલે હાથણીએ પાછો જંગલનો માર્ગ લીધો. દિવસ ઊગ્યાને થોડો જ વખત થયો હતો. બાળતાપસો For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિષણ રમત-ગમતમાં આશ્રમથી થોડે દૂર નીકળી ગયાં હતાં. તેમણે જોયું કે એક મદનિયું (હાથીનું બચ્ચું) કુમળાં કુમળાં વૃક્ષો સાથે ગેલ કરી રહ્યું હતું. બાળતાપસો તો ખુશ ખુશ થઈ ગયાં. જાણે પોતાનો હેતાળ ગોઠિયો ન મળી ગયો હોય, એમ બધાં એ બાળહાથીને વીંટળાઈ વળ્યાં. નમાયા હાથીને જોઈને એમના અંતરમાં માયા ઊભરાઈ આવી. બાળહાથી પણ એ બધાને જોઈને રાજી રાજી થઈ ગયો. ન એ બાળકોથી ડર્યો કે ન એણે બાળકોને ડરાવ્યાં. બાળબાળનાં અંતરો જાણે હેતપ્રીતની ગાંઠથી બંધાઈ ગયાં. બાળતાપસો એને પંપાળવા લાગ્યાં અને બાળહાથી વધુ ડાહ્યો બની ગયો. વખત વીત્યો, પણ બાળતાપસીને ત્યાંથી ખસવાનું મન ન થયું. બધાંએ નક્કી કર્યું : એ મદનિયાને પોતાના આશ્રમે લઈ જવું. અને બધા એને દોરીને આશ્રમે લઈ આવ્યાં. આશ્રમમાં આજે આનંદ આનંદ થઈ રહ્યો. બાળતાપસી અને બાળહાથીનું હેત વધતું ચાલ્યું. પોતાના નવા ભેરુનું નામ શું પાડવું એનો બધાને વિચાર થયા કરતો. બાળતાપસો જ્યાં જ્યાં જાય, જે જે કામ કરે, તેમાં બાળકાથી તો પહેલો જ. એ ઘાસ ખોદવા જાય તો હાથી પણ સૂંઢથી ઘાસ ઉખાડવા લાગે અને ઘડીભરમાં મેદાન સાફ કરી દે. બાળતાપસો લાકડાં વીણવા જાય તો બાળહાથી પણ નાનાં નાનાં વૃક્ષોનાં લાકડાંનો ગંજ કરી દે. બાળતાપસોનું પહેલું For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૭ કામ વૃક્ષો અને વેલડીઓને પાણી સિંચવાનું. પેલું મદનિયું પણ એમની પાછળ પાછળ જાય અને સૂંઢમાં પાણી ભરી ભરીને બધાં ઝાડને સિંચે. ક્યાં ઝાડવાં અને વેલડીઓને રગદોળી નાખતા હાથીઓ અને ક્યાં પોતની સૂંઢે સૂંઢે વૃક્ષો ને વેલડીઓને પાણી સિંચતો આ બાળહાથી ! સોબત તેવી અસર તે આનું નામ. કદીક બાળતાપસો પાણી સિંચવાનું ભૂલે, પણ બાળહાથી તો ભૂલે જ નહીં. તેનું જલ-સિંચનનું આ કામ જોઈને સહુએ એનું સેચનક’ એવું નામ જ પાડી દીધું. રાજા શ્રેણિકના રાજમહેલમાં નંદિષેણ લાડકોડમાં ઊછરતો તેમ તાપસોના આશ્રમે સેચનક હેતપ્રીતમાં મોટો થતો. આમ આનંદમાં દિવસો વહી જવા લાગ્યા. પણ બધું સદાકાળ એકસરખું રહેતું નથી. હવે સેચનક મનિયું મટી મોટો હાથી બનતો જતો હતો. અને ઉંમર વધતાં એનો સ્વભાવ પણ બદલાતો જતો હતો. જાણે એ પહેલાંનો રમતિયાળ સેચનક જ નહીં. ન હવે એ બહુ રમે છે, ન એને બાળતાપસોનું ગેલ બહુ ગમે છે. કદી એકલો નહીં ફરનાર એ કોઈ કોઈ વાર એકલો બહાર ચાલ્યો જાય છે; એકલો વૃક્ષઘટાઓમાં ઘૂમે છે; એકલો નદીનાં નીર ડહોળે છે; એકલો જ ઘાસ-ચારો શોધે છે. ‘આ ઘર પોતાનું નહીં’– એવું એને ભાસવા લાગ્યું હોય એમ એ એકલસૂરો બનતો જાય છે. એક દિવસની વાત છેઃ સૂરજ ઊગ્યો ને બાળતાપસો For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિપેણ .....ته સેચનકને મળવા દોડી ગયાં. જુએ તો ન મળે ત્યાં સેચનક કે ન મળે એનો ખીલો ! ભારે નવાઈની વાત હતી. સેચનક ખીલો ઉખાડી નાસે એ કદી બને જ નહીં. બાળતાપસોને થયું : સેચનકે રમતની આ વળી કોઈ અવનવી રીત શોધી હશે, ચાલો, તપાસ કરીએ. અને બાળતાપસો ઊપડ્યા પોતાના ભેરુની શોધમાં. આશ્રમથી થોડે દૂર જઈ જોયું તો સેચનક ધૂમાબૂમ કરીને નાનાં કુમળાં છોડો અને ઝાડોનો કચ્ચરઘાણ વાળતો હતો. બધાં અજાયબ થઈ ગયાં : આજે સેચનકને આ શું થયું હતું ! બાળતાપસીને થયું, ચાલો, પાસે જઈ એને પકડી લાવીએ, પણ જેવા બાળતાપસો સેચનકની નજરે પડ્યા કે એ ગુસ્સાથી ધુંવાપૂવાં થઈ એમની જ સામે થવા લાગ્યો. બાળતાપસો ભય ખાઈ ગયા. ભેરુને પકડી લાવવાની એમની હિંમત ઓસરી ગઈ અને જીવ બચાવવા એ મૂઠીઓ વાળીને ત્યાંથી નાઠા ! એ નાઠા અને જાણે સેચનકને વધુ જોશ ચડ્યું. એ તો ધસમસતો સીધો આવી પહોંચ્યો આશ્રમમાં, અને વૃક્ષો, વેલડીઓ અને ઝૂંપડીઓનો કચ્ચરઘાણ વાળવા લાગ્યો. હવે તો આખા આશ્રમમાં હાહાકાર મચી ગયો. સેચનક જાણે આજે ભેરુ મટી દુશ્મન બની ગયો હતો. એનું રૂપ કાળના જેવું વિકરાળ બની ગયું હતું. એને કેમ કરી વશ કરવો એની બધાને વિમાસણ થવા લાગી. મેચનકનું તોફાન વધતું જ ચાલ્યું. ભારે ભયંકર અવસર આવી લાગ્યો હતો. બધા નિરુપાય બન્યા એટલે રાજદરબારે પોકાર For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ પહોંચ્યો. રાજા શ્રેણિકે સૈનિકો ને હાથીના મહાવતોને આજ્ઞા કરી : “જલદી સેચનકને પકડી આણો !” બધા ઊપડ્યા, ખૂબ ખૂબ મહેનત કરી, પણ કોઈ ન ફાવ્યું. મેચનક હવે તો ગાંડોતૂર બની ગયો હતો. માવતો ને સૈનિકો વીલે મોંએ પાછા આવ્યા. એમની શરમનો પાર ન હતો. રાજા શ્રેણિક પણ મૂંઝવણમાં પડ્યા : એક નાનો સરખો હાથી કાબૂમાં ન આવી શક્યો? પછી તો એ જાતે હાથીને વશ કરવા જવા તૈયાર થયા. શૂરવીરો ને જોદ્ધાઓનાં મોં શ્યામ બની ગયાં. એટલામાં કુમાર નંદિષેણે વિનંતિ કરી : “પિતાજી, એક વાર મને જઈ આવવા દ્યો. મારું મન સાખ પૂરે છે કે હું હાથીને જરૂર વશ કરી શકીશ. હું પાછો પડ્યો તો પછી આપ તો છો જ ને?” જાણે ભાવીનો કોઈ સંકેત આવા શબ્દો બોલાવતો હતો. રાજાજી વિચારમાં પડી ગયાં જ્યાં ભલભલા જોદ્ધાઓ અને માવતો હારી ગયા એ જમદૂત જેવા પશુની સામે આવા કુમળા પુત્રને મોકલવો ? ક્ષણભર તો એ કંપી ગયા. પણ છેવટે પુત્રની માગણી એમને માનવી પડી. નંદિષણ સેચનકને વશ કરવા ચાલી નીકળ્યો. નંદિષણના દિલમાં જરાય ગભરાટ નથી. જાણે ભાઈબંધને ભેટવા જતો હોય એવો એના મનમાં હરખ છે. વાત કરતાંમાં એ આશ્રમ વટાવી જંગલમાં આવી પહોંચ્યો. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિપેણ ت ن . ت . ن . د . ت . જોયું તો સેચનક મદમત્ત બની બેઠો હતો. ભલભલાની હામ હારી જાય એવો તાકડો હતો, પણ કુમાર સાવ સ્વસ્થ હતો. ધીમે પગલે એ આગળ વધ્યો અને લોકોના જીવ થંભી ગયા. કુમાર થોડાં ડગ વધુ આગળ વધી સેચનકની સામે મીટ માંડીને ઊભો. સેચનકે એ દૃષ્ટિ સાથે પોતાની દૃષ્ટિ મેળવી. ગંડસ્થળ ઉપાડી એણે ધસવા પ્રયત્ન કર્યો, પણ એના પગ જાણે થંભી ગયા. કોઈ જાદુ થયો હોય એમ મારવા ઉપાડેલું એનું ગંડસ્થળ નંદિષણના પગ આગળ નમી પડ્યું. લોકો તો વિચાર કરતા રહ્યા : આ તે સ્વપ્ન કે સત્ય ! જોતજોતાંમાં નંદિષેણ સેચનકની સૂંઢ ઉપર થઈ એની ગરદન ઉપર સવાર થઈ ગયો. જાણે કોઈ રૂડો રૂપાળો દેવકુમાર હાથી ઉપર દીપતો હોય એવું એ દૃશ્ય હતું. લોકોએ આનંદમાં આવી નંદિષણનો જયનાદ કર્યો. ક્ષણ પહેલાંના પાગલ સેચનકે શ્રેણિક રાજાનો પટ્ટહસ્તી બનવા રાજગૃહી તરફ ડગ માંડ્યાં. રાજા વિચારે છે, આ તે કેવી વાત કહેવાય ? નંદિષણના મનમાં પણ ગડમથલ થયા કરે છે કે બળથી ન હાર્યો એ નજરમાત્રથી કેમ કરી વશ થયો ? આખી પ્રજાને પણ આ વાત કોયડા જેવી થઈ પડી. બધાય વિચારે છે, પણ કોઈને સમજ પડતી નથી. એક દિવસની વાત છે. વનપાળ વધામણી લાવે છેઃ મહારાજ, પ્રભુ મહાવીર ઉદ્યાનમાં પધાર્યા છે. વાત સાંભળી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ રાજા શ્રેણિક રાજીરાજી થઈ ગયા. ધન્ય, પ્રભુ ! ધન્ય !” કહી ત્યાંથી જ પ્રભુને વંદન કર્યા. મોટી ધર્મસભા ભરાઈ છે. પ્રભુ મહાવીર ધર્મદેશના સંભળાવી રહ્યા છે. પથ્થરને પણ પિગળાવી દે એવી એ વાણી ! દેશના પૂરી થઈ એટલે રાજા શ્રેણિક અને કુમાર નંદિષેણે સેચનક હાથીની વાત પૂછી. પ્રભુએ ઘટનાનું રહસ્ય સમજાવ્યું ઃ મહાનુભાવ ! આ તો પૂર્વ ભવના સંબંધનો ચમત્કાર છે. પૂર્વ ભવે મેચનકનો જીવ શેઠ હતો અને નંદિષેણનો જીવ નોકર હતો. બન્ને વચ્ચે ભારે હેત. નોકર સુપાત્રદાનથી રાજકુમાર થયો. શેઠ વિવેક વગરના દાનથી હાથી થયો. બન્નેની નજર મળતાં, પહેલાંની પ્રીતિની લાગણીઓ તાજી થઈ અને સેચનક શાંત થઈ ગયો. પ્રભુની વાણીએ સહુનાં મનનું સમાધાન કર્યું. પણ નંદિષણના મનમાં તો હવે બીજું તોફાન જાગ્યું હતું. પ્રભુની વૈરાગ્યભરી વાણી એના હૈયામાં વસી ગઈ હતી. એને તો પ્રભુના માર્ગે જ જવાનું દિલ થઈ આવ્યું. એણે કહ્યું : “પ્રભુ, હવે તો હું આપનાં ચરણોમાં જ રહીશ. ઘેર જવું હવે મારે ન ખપે !” રાજા શ્રેણિક સાંભળી રહ્યા. પ્રભુએ કહ્યું : “મહાનુભાવ ! આ કામ બહુ આકરું છે, કહેવા જેટલું કરવામાં એ સહેલું નથી. વળી, હજુ તારે ભોગ ભોગવવા બાકી છે. થોડો વખત થોભી જા !” For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિષણ ૧૩. પણ નંદિષેણ એકનો બે ન થયો. રાજા શ્રેણિકે રજા આપી અને પ્રભુએ ભાવિ ભાવ સમજી એને દીક્ષા આપી. સેચનકનું રહસ્ય પામવા ગયેલા નંદિષેણ આત્માનું રહસ્ય પામવા સદા માટે પ્રભુ પાસે રોકાઈ ગયો. જનતાએ નંદિષણ મુનિને વંદન કર્યા. નંદિષણ મુનિ આકરી તપસ્યામાં વખત વિતાવે છે. પ્રભુના ‘તારે ભોગ ભોગવવા બાકી છે' એ બોલ સદા એને યાદ આવ્યા કરે છે. રખેને ધર્મમાર્ગથી પડી જવાય એવી બીક એમને હંમેશાં રહ્યા કરે છે, પણ લાખ લાખ ઉપાય કરવા છતાં મન કાબૂમાં આવતું નથી. એક વાર તો પોતાની નબળાઈથી નંદિષણ એટલા નિરાશ થયા કે પર્વતની ટોચેથી પડી આપઘાત કરવાનો એમણે વિચાર કર્યો, પણ વળી ધર્મનો વિચાર આવ્યો અને એ પાછા ફર્યા ને વધુ ઉગ્ર તપ કરવા લાગ્યા. તપના બળથી એમનું મન તો પૂરેપૂરું વશ ન થયું, પણ એમને બીજી ઘણી ઘણી શક્તિઓ સાંપડી. ભાગ્યદેવતા પોતાનું કામ કર્યું જાય છે. એક દિવસની વાત છે. બપોરાં થયાં છે. નંદિષણ મુનિ ભિક્ષા માટે ફરતા ફરતા એક ગણિકાના મહેલે આવી ચડે છે, અને ધર્મલાભ કહી ઊભા રહે છે. ગણિકા હસતી હસતી બોલે છે: “મહારાજ, માર્ગ ભૂલ્યા કે શું? અહીં તો ધર્મલાભ નહીં, પણ ધનલાભ જોઈએ !' બસ, નંદિષેણ મુનિ મારગ ભૂલ્યા. તેમને ચાનક For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ .ن.ت.ن.ك ચડી. પોતાના તપોબળથી એમણે ત્યાં ધનનો વરસાદ વરસાવી દીધો. ગણિકા તો જોઈ જ રહી ! આવું ફૂટડું રૂપ અને આવું અખૂટ ધન ! એને હવે જવા કેમ દેવાય ? એ તો હાવભાવ કરતી માર્ગ રોકી વિનવણી કરવા લાગી: “મહારાજ, ધનલાભ તો કર્યો, હવો ભોગલાભ કર્યા વગર કેમ ચાલશે ? આ મહેલ ને આ દેહ આપનાં જ સમજો.” મુનિનું મન ચળી ગયું. પ્રભુ મહાવીરની વાણી સાચી પડી. બાકીનો ભોગ પૂરા કરવા નંદિષેણ મુનિ અનગાર મટી ગણિકાના મહેલના વાસી બન્યા. તે પણ નંદિષણનું અંતર કોઈ અજબ રીતે ઘડાયું હતું. તપ કરવા છતાં ભોગની વાસના દૂર ન થઈ, તેમ અપાર ભોગ ભોગવવા છતાં ધર્મનો પ્રેમ દૂર ન થયો. તેમણે પ્રતિજ્ઞા કરી : “ભલે, હું તો પડ્યો, પણ દરરોજ દસ જણને તારી સાધુ માર્ગે વળાવ્યા પછી જ મારે ભોજન લેવું.” વાહ રે ભોગી, વાહ રે જોગી ! વર્ષો વીતતાં જાય છે. સેંકડો માનવીઓ નંદિષણથી પ્રતિબોધ પામીને આત્માનો ઉદ્ધાર કરવા પ્રભુ પાસે જાય છે. નંદિષણનો ભોગકાળ કપાતો જાય છે. આંબાને આમ્રફળથી શણગારનાર વસંત જાણે આવી પહોંચી. એક દિવસનાં બપોરાં વીતી રહ્યાં છે. ભાતભાતનાં ભોજન તૈયાર પડ્યાં છે. નવ જણ પ્રતિબોધ પામી ચૂક્યા છે. દસમો સોની માથાનો મળ્યો છે. હજારોને સમજાવનારને For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિષેણ ૧૫ આ સોની ભારે થઈ પડ્યો. એ કે કર્યો બૂજતો નથી. જમવાની વેળા વીતી રહી છે. ગણિકા ઉપરાઉપરી તેડાં મોકલ્યાં કરે છે, પણ નંદિષણ જરાય અકળાતા નથી. એને તો પહેલી પોતાની પ્રતિજ્ઞા, ને બીજું બધું પછી ! અકળાતી ગણિકા આવીને જોઈ રહી છે, અને જરીક ટોળમાં બોલે છે: “સોની ન સમજે તો દસમા તમે પોતે ! વાત તો સાવ હસતાં બોલાઈ હતી, પણ નંદિષણના સૂતેલા આત્માને એણે જગાડી દીધો. એને પોતાની જાતનું ભાન થઈ આવ્યું : હું કોણ, અને મારી આ કેવી અવદશા ! સાચે જ, નંદિષેણે દસમા તરીકે પોતાની જાતને સમર્પો દીધી. ગણિકાને તો હસતાંમાં ખસતું થઈ ગયું ! પણ હવે વાત હાથમાં રહે એમ ન હતી. નંદિષણનું ભોગકર્મ મરી ચૂકયું હતું. એક કાળે સેચનક હાથી ઉપર સવાર થનાર નંદિષણ આત્મધર્મના હાથીએ સવાર થઈ શોભી ઊઠ્યા. ગણિકાની લાખલાખ વિનંતી અને બોનબોખ આંસુ એમને ન રોકી શક્યાં. માર્ગ ભૂલ્યો વૃષભ ખીલે આવી ઊભો રહે એમ નંદિષેણ મુનિએ પ્રભુનાં ચરણમાં પોતાનું સ્થાન મેળવી લીધું. એના દિલને શાંતિ વળી. જનતાએ ફરી વાર નંદિષેણ મુનિને વંદન કર્યા. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી નદીનો કિનારો છે. મકાન સાદું છતાં સુઘડ છે. તેની આસપાસ મોટું ચોગાન છે. તેમાં સ્થળે સ્થળે વૃક્ષો ઊગેલાં છે. વીર પ્રભુનાં નાનાં નાનાં બાળકો તેમાં અહીંતહીં બેઠેલાં દેખાય છે. એવામાં ઘંટ વાગ્યો એટલે બધાં બાળકો એક વૃક્ષ નીચે એકઠાં થઈ ગયાં. થોડી વારમાં એક યુવાન શિક્ષક ત્યાં આવી પહોંચ્યા. તે આવી પહોંચતાં બાળકોએ ઊભાં થઈ પ્રણામ કર્યા. તેમણે બેઠક લીધી એટલે બધાંએ બેઠક લીધી. પછી બધાએ એક જિનસ્તવન ગાયું. તે પૂરું થતાં સઘળે શાંતિ છવાઈ ગઈ. શિક્ષકે પ્રશ્ન કર્યો: ‘મિત્રો ! આજે ક્યા વિષય પર વાત કરીશું?” બધા વિચારમાં પડ્યા ત્યારે ધરëદ્ર નામનો એક વિદ્યાર્થી બોલ્યો : “ગુરુજી! અમે છઠ્ઠી શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ, પણ જૈન સાહિત્ય વિશે કંઈ જાણતા નથી તો એને વિશે કંઈક કહો.” For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી ૧૭ - - - - - - શિક્ષક કહે, “વાહ ધરણંદ્ર ! વિષય તો બહુ સરસ શોધી કાઢ્યો. મને એ વિશે જે કંઈ માહિતી છે તેનો ખ્યાલ તમને આપીશ. તમે પ્રશ્ન પૂછો ને હું જવાબ આપું તો બહુ ઠીક પડશે.” પહેલા વિદ્યાર્થીએ ઊભા થઈ પ્રશ્ન પૂછયો : “ગુરુજી ! આપણા સાહિત્યમાં કેટલાં પુસ્તકો હશે?” શિક્ષક કહે : “એની ગણતરી થઈ શકે તેમ નથી. પ્રભુ મહાવીરના સમયથી આજ સુધીમાં અનેક પુરુષો થઈ ગયા છે. તેમણે જુદા જુદા વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો રચ્યાં છે. દાખલા તરીકે પૂ. ઉમાસ્વાતિ વાચક નામના આચાર્ય ૫૦૦ ગ્રંથ રચ્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ એકલાએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે ૩ ક્રોડ શ્લોક જેટલું સાહિત્ય લખ્યું છે અને શ્રીમદ્ યશોવિજયજી મહારાજે ૧૦૮ મહાન ગ્રંથો લખ્યા છે. આવા અનેક જ્ઞાની મહાત્મા થઈ ગયા છે એટલે પુસ્તકોની સંખ્યા કહેવી મુશ્કેલ છે. બીજો વિદ્યાર્થી : જેમ હિંદુઓમાં ગીતા મુખ્ય મનાય છે, મુસલમાનોમાં કુરાને શરીફ મુખ્ય મનાય છે, ખ્રિસ્તીઓમાં બાઇબલ મુખ્ય મનાય છે એમ આપણા ધર્મમાં મુખ્ય ગ્રંથ કયો મનાય છે? શિક્ષક: આગમો. આગમો એ આપણું પરમ પવિત્ર ને સહુથી પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ - - - - - - નિર્ગથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે. એની સંખ્યા પહેલાં ૮૪ની હતી, હાલ ૪પની છે. ત્રીજો વિદ્યાર્થી એ વિશે જરા વધારે સમજાવવા કૃપા કરશો ? શિક્ષક તીર્થકર ભગવાન બહુ સાદી ને સચોટ ભાષામાં ઉપદેશ આપે છે. એમનું દરેક વાક્ય અગાધ જ્ઞાનથી ભરેલું હોય છે. એમના મુખ્ય શિષ્ય આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે ને બીજા તેને મુખપાઠ કરી લે છે. પ્રભુ મહાવીરે પણ એ જ રીતે ઉપદેશ આપ્યો ને તેમના અગાધ જ્ઞાની શિષ્ય સુધર્માસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના મોટા બાર ભાગ છે. દરેક ભાગ અંગ કહેવાય છે એટલે એ બધાં સૂત્રોને દ્વાદશાંગી કહેવાય છે. એ અંગો રચ્યા પછી ઉપાંગ, પન્ના, છેદસૂત્ર, સૂત્ર તથા મૂળ સૂત્રો રચાયાં છે. એમનાં નામ ખૂબ ઉપયોગી હોવાથી તમને જણાવું છું. દરેક જણ કાળજીપૂર્વક લખી લો : ૪૫ આગમો વિભાગઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦પયના, છેદસૂત્ર, ૨ સૂત્ર, ૪ મૂળ સૂત્ર અગિયાર અંગ : (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સમવાયાંગ (૪) ઠાણાંગ (૫) વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી ૧૯ (૬) જ્ઞાતાધર્મકથાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતકૃદ્ દશાંગ (૯) અનુત્તરોપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ (૧૧) વિપાકશ્રુત (૧૨) દૃષ્ટિવાદ. બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી શકે છે. બાર ઉપાંગ : (૧) પપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાજીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) સૂર્યપ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિકા (૯) કલ્પાવતંસિકા (૧૦) પૃષ્પિકા (૧૧) પુષ્પચૂલિકા (૧૨) વૃષ્ણિદશા. દશ પન્ના = (૧) ચતુ:શરણ (૨) સંસ્તાર (૩) આતુરપ્રત્યાખ્યાન (૪) ભક્તપરિજ્ઞા (૫) તંદુલ વૈયાલિય (૬) ચંદ્રાવેધ્યક (૭) દેવેન્દ્રસ્તવ (૮) ગણિવિદ્યા (૯) મહાપ્રત્યાખ્યાન (૧૦) વીરસ્તવ. છ છેદસૂત્રઃ (૧) નિશીથ (૨) મહાનિશીથ (૩) વ્યવહાર (૪) દશાશ્રુત સ્કંધ (૫) બૃહત્કલ્પ (૬) જીતકલ્પ. બે સૂત્રઃ (૧) નંદીસૂત્ર (૨) અનુયોગદ્વાર ચાર મૂળસૂત્ર : (૧) આવશ્યક ઓઘનિર્યુક્તિ (૨) દશવૈકાલિક (૩) પિંડનિર્યુકિત (૪) ઉત્તરાધ્યયન. વિદ્યાર્થી: આ આગમોમાં કયા કયા વિષયોની ચર્ચા છે? શિક્ષક: આચારાંગ એ પહેલું અંગ છે. તેમાં જ્ઞાન, દર્શન, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૭ ચારિત્ર, તપ, વીર્ય વગેરે આચારો તથા ગોચરી, વિનય, શિક્ષા, ભાષા, અભાષા, સર્તન ક્રિયા વગેરેનું વર્ણન છે. બીજું અંગ સૂત્રકૃતાંગ છે. એમાં લોક, અલોક, લોકાલોક, જીવ, સમય તથા ૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી-એમ ૩૬૩ મતોનું ખંડન કરી અનેકાન્તિક મંતવ્ય રજૂ કર્યું છે. સ્થાનાંગ સૂત્રમાં જીવ, સમય, લોક તથા ભૂગોળની સ્થાપના છે. સમવાયાગમાં એકથી આરંભી ૧૦૧ સંખ્યાવાળા પદાર્થોનો નિર્ણય ને દ્વાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રનું બીજું નામ ભગવતીસૂત્ર છે. જીવાદિનું તલસ્પર્શી વિવેચન છે. જ્ઞાતાધર્મકથામાં દરેક કથાનાયકનું જન્મભૂમિથી મોક્ષ સુધીનું વર્ણન છે. ઉપાશકદશામાં શ્રમણોપાસકનાં જીવનો છે. અંતકૃદશામાં મોક્ષગામીઓનાં જીવનો છે. પ્રશ્ન વ્યાકરણમાં પુછાતા વિદ્યામંત્રો, અપુછાતા વિદ્યામંત્રો, મિશ્રપુછાતા વિદ્યામંત્રો, અંગૂઠાદિના પ્રશ્નો, વિદ્યાતિશયો, દેવો સાથેના દૈવી સંવાદો છે. વિપાકસૂત્રમાં સુખ-દુઃખનાં કારણોની ચર્ચા છે. બારમું અંગ દૃષ્ટિવાદ છે, પણ તે હાલ નાશ પામ્યું છે. ચોથો વિદ્યાર્થી: શું આ બધાં આગમો સુધર્માસ્વામીએ રચેલાં છે ? ૨૦ શિક્ષક: ના. તેમાંનાં કેટલાંક બીજાઓએ પણ રચેલાં છે. ચોથું ઉપાંગ પ્રજ્ઞાપના શ્રી શ્યામાચાર્યે રચેલું છે. ચતુઃશરણ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જૈનસાહિત્યની ડાયરી - - - - - સૂત્ર શ્રી વીરભદ્રગણિએ રચેલું છે. બીજા પન્ના રચનારનાં નામ હજુ સુધી જણાયાં નથી. છેદસૂત્રોમાંના પહેલાં બે સિવાય બાકીનાં શ્રી ભદ્રબાહુસ્વામીએ રચ્યાં છે. મરાનિશીથ મૂળ ગણધરશ્રેષ્ઠ શ્રી સુધર્માસ્વામીએ રચેલું, પણ તેનો ઉદ્ધાર શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે. નંદીસૂત્ર શ્રી દેવવાચકગણિએ રચ્યું છે. દશવૈકાલિક સૂત્ર શ્રી શય્યભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીએ બનાવી છે. પાંચમો વિદ્યાર્થી : આ સૂત્રો મૂળ જેવાં રચાયાં હશે તેવાં જ આજ સુધી ચાલ્યાં આવે છે કે એમાં કંઈ ફેરફાર થયો છે ? શિક્ષક: પહેલાંના સમયમાં આજની જેમ પુસ્તકો લખાતાં ન હતાં. ગુરુ આગળથી પાઠ લઈને સૂત્રો શિખાતાં ને સ્મરણશક્તિથી યાદ રખાતાં. એક વખત બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો ને સાધુઓ સ્વાધ્યાય વીસરી ગયા. આથી પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં શ્રમણ સંઘ એકઠો થયો ને જેને જે અંગાદિ યાદ હતું તે બધું એકઠું કરી લીધું. ત્યાર પછી લગભગ પાંચસો વર્ષે એક મોટા દુકાળને અંતે આર્ય સ્કંદિલાચાર્યું સૂત્રોના અનુયોગ (વ્યાખ્યા) કર્યો. એ વખતે જે સૂત્રોનાં વ્યાખ્યાનો થયાં તેને માથુરી વાચના કહે છે. એ પછી વીર સંવત ૯૮૦માં દેવર્ધિગણિક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં એક પરિષદ ભરી ને તેમાં જૈન આગમોના For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ ' ' સિદ્ધાંતો પુસ્તકારૂઢ થયા, અર્થાત્ પહેલવહેલા લખાયા. એ વલ્લભી વાચના કહેવાય છે. એની અનેક નકલો ઉતારવામાં આવી ને તેનો ઠામ ઠામ પ્રચાર કરવામાં આવ્યો. આજે એ ૪૫ આગમો મળી શકે છે. શ્રી આગમોદય સમિતિ દ્વારા તે છપાઈ ગયાં છે. આ આગમોમાં અનેક વિષયોનું જ્ઞાન સમાયેલું છે. છઠ્ઠો વિદ્યાર્થી : આગમો કઈ ભાષામાં લખાયેલાં છે ? શિક્ષક : અર્ધમાગધી. તીર્થકરો એ જ ભાષામાં ઉપદેશ આપે છે. એ ભાષા સર્વ લોકો સમજી શકે તેવી સરળ છે. છઠ્ઠો વિદ્યાર્થી : અમે તો એ સમજી શકતા નથી. શિક્ષક : એ વખતે બધા લોકો પ્રાકૃત બોલતા. આજે તો એમાંથી ફેરફાર થઈ અનેક ભાષાઓ બની છે. સાતમો વિદ્યાર્થી : આપણા ગ્રંથો કઈ કઈ ભાષામાં છે? શિક્ષક : સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, ગુજરાતી, હિન્દી, મરાઠી, કાનડી, તમિલ, અંગ્રેજી, જર્મન વગેરે. આઠમો વિદ્યાર્થી : આગમો સિવાય આપણામાં તત્ત્વજ્ઞાનના ખાસ ગ્રંથો કયા છે? શિક્ષક : જૈન તત્ત્વજ્ઞાનમાં સહુથી સુંદર ગ્રંથ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. એના પર અનેક ટીકાઓ રચાઈ છે. એ સિવાય શ્રી હરિભદ્રસૂરિનું પદર્શનસમુચ્ચય, શ્રી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યક ભાષ્ય, શ્રી અનંતવીર્યની પરીક્ષાસૂત્ર લઘુવૃત્તિ, પ્રમાણનયતત્તાલોકાલંકાર, શ્રી મલ્લિષણની સ્વાદ્વાદમંજરી ને શ્રી ગુણરત્નની તર્કરહસ્યદીપિકા પણ જૈન તત્ત્વજ્ઞાનના સુંદર ગ્રંથો છે. તત્ત્વજ્ઞાન તથા ન્યાયને ઊંડો સંબંધ હોવાથી એ બને વિષયના ગ્રંથો જુદા પાડવા કેટલીક વખત મુશ્કેલ પણ બની જાય છે. નવમો વિદ્યાર્થી જૈન ન્યાયના મહાન લેખકો ને તેમની કૃતિઓ કઈ કઈ છે? શિક્ષક : શ્રી સિદ્ધસેન દિવાકર જૈન ન્યાય પર સ્વતંત્ર રીતે લખનાર સહુથી પહેલવહેલા છે. તેમણે સન્મતિતર્ક ને ન્યાયાવતારની રચના કરી છે. શ્રી મલ્લવાદીસૂરિજીએ દ્વાદશારનયચક્ર તથા સન્મતિની ટીકા રચી છે. શ્રી હરિભદ્ર મહારાજે અનેકાંતજયપતાકા, લલિતવિસ્તરા, ધર્મસંગ્રહણી વગેરે અનેક ગ્રંથો લખ્યા છે. શ્રી અભયદેવસૂરિએ સન્મતિ તર્ક પર મહાન ટીકા લખી છે. શ્રી વાદી દેવસૂરિએ સ્યાદ્વાદ રત્નાકર રચ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યે પ્રમાણમીમાંસા તથા અન્યયોગવ્યવચ્છેદ કાસિંશિક રચી છે અને શ્રીમદ્ યશોવિજયજીએ તો હદ કરી છે. જૈન તર્કપરિભાષા, કાત્રિશદ્વાપત્રિશિકા, ધર્મપરીક્ષા, નયપ્રદીપ, નયામૃતતરંગિણી, ખંડનખંડ ખાદ્ય, ન્યાયાલોક, નયરહસ્ય, નયોપદેશ, અનેકાંતવ્યવસ્થા, તત્ત્વાર્થસૂત્ર વૃત્તિ વગેરે અનેક For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ ગ્રંથો રચ્યા છે. શ્રી ગુણરત્નસૂરિએ ષદર્શનસમુચ્ચયવૃત્તિ રચી છે. શ્રી ચંદ્રસેને ઉત્પાદ સિદ્ધિપ્રકરણ રચ્યું છે. શ્રી ચંદ્રપ્રભસૂરિએ પ્રમેય રત્નકોશ બનાવ્યો છે. આ સિવાય શ્રી પદ્મસુંદરગણિએ પ્રમાણસુંદર, શ્રી બુદ્ધિસાગરજીના વખતે પ્રમાલક્ષ્મલક્ષણ, શ્રી મુનિચંદ્ર અનેકાંતવાદયપતાકા ટિપ્પન, શ્રી રાજશેખરે સ્યાદ્વાદકલિકા, શ્રી રત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકા, શ્રી શુભવિજયજીએ સ્યાદ્વાદ ભાષા ને શ્રી શાંતિસૂરિએ પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિ બનાવી છે. દિગમ્બરોમાં પણ ન્યાયના લખનારા ઘણા પંડિતો થયા છે. નવમો વિદ્યાર્થી : આપણામાં યોગ ને અધ્યાત્મના ગ્રંથો કયા કયા છે? શિક્ષક : યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, યોગશતક, યોગસાર, સમાધિશતક, પરમાત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાનદીપિકા, ધ્યાનવિચાર, અધ્યાત્મ ઉપનિષદુ, અધ્યાત્મબિંદુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનાર્ણવ વગેરે. દશમો વિદ્યાર્થી : આપણામાં કર્મ વિશે કંઈ સ્વતંત્ર સાહિત્ય છે ? For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી શિક્ષકઃ લાખો શ્લોક પ્રમાણ તેના મુખ્ય ગ્રંથો કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન પાંચ કર્મગ્રંથો, નવીન છ કર્મગ્રંથો, સંસ્કૃત ૪ કર્મગ્રંથો, કર્મવ વિવરણ વગેરે છે. એના પર ઘણી ટીકાઓ રચાયેલી છે. અગિયારમો વિદ્યાર્થી : આગમો, તત્ત્વજ્ઞાન, યોગ ને કર્મના સાહિત્ય વિશે તો કંઈક જાણ્યું, પણ ખાસ સાહિત્યગ્રંથોમાં આપણો કેવોક ફાળો છે ? શિક્ષક: ખાસ સાહિત્યગ્રંથોમાં પણ આપણો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે સાહિત્યના બધા વિભાગો પર આપણા આચાર્યોએ લખ્યું છે. પાણિનિના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરીફાઈ કરનાર સિદ્ધહેમ વ્યાકરણ શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાનાં વ્યાકરણો પણ લખ્યાં છે. શાકટાયનનું વ્યાકરણ તો ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનંદિનું જૈનેન્દ્ર વ્યાકરણ પણ મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્યે બુદ્ધિસાગરવ્યાકરણ, જ્ઞાનવિમળગણિએ શબ્દ પ્રતિભેદ વ્યાકરણ, ને શ્રી વિદ્યાનંદસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ રચ્યું છે. પ્રાકૃત ભાષાનાં બીજાં પણ અનેક વ્યાકરણો જૈનાચાર્યોએ રચ્યાં છે. તમિલ ને કાનડી ભાષાનાં મૂળ વ્યાકરણો જૈનાચાર્યોથી જ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ રચાયાં છે. ને ગુજરાતી ભાષા પર તો સેંકડો વર્ષ સુધી એકલા હાથે જૈનોએ જ પ્રભુત્વ ભોગવ્યું છે. કાવ્યની સંખ્યાના સુમાર નથી. અનેક કાવ્યો ઉપરાંત દ્વિસંધાનકાવ્ય, ત્રિસંધાનકાવ્ય, અને છેક સપ્તસંધાનકાવ્ય એટલે જેના શ્લોકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે ને સાતનાં જુદાં જુદાં જીવન સમજાય તેવાં પણ રહ્યાં છે. એક અષ્ટલક્ષ્મી નામનો ગ્રંથ છે. તેમાં એક શ્લોકના આઠ લાખ અર્થો કર્યા છે. શ્રી હેમચંદ્રાચાર્યે છંદશાસ્ત્ર તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથો રચ્યા છે. શ્રી વામ્ભટે પણ કાવ્યાલંકાર નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ કવિશિક્ષાવૃત્તિ, કવિકલ્પલતા, છંદો રત્નાવલિ, કલાકલાપ વગેરે ગ્રંથો રચ્યા છે. શ્રી નમિસાધુએ પ્રખ્યાત કાવ્યાલંકાર પર ટિપ્પન રચ્યું છે. શ્રી નરેન્દ્રપ્રભસૂરિએ અલંકાર મહોદધિ બનાવ્યો છે. શ્રી માણિક્યચંદ્રસૂરિએ કાવ્યપ્રકાશસંકેત બનાવ્યો છે. અને કોશની રચનામાં તો શ્રી હેમચંદ્રાચાર્યો હદ કરી છે. અભિધાનચિંતામણિ, અનેકાર્થ કોશ, દેશી નામમાલા, નામશેષ, નિઘંટુ એ બધા એમણે એકલાએ જ રચ્યા છે, ઉપરાંત સટીક ધાતુપાઠ, સટીક ધાતુપારાયણ, ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષાશાસ્ત્રમાં મહત્ત્વના ગ્રંથો રચ્યા છે. ધનંજય કવિએ ધનંજય નામમાળા બનાવી છે. શ્રી હર્ષકીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણ ઘણું કર્યું છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી બારમો વિદ્યાર્થી : આપણાં મહાકાવ્યો ને તેના કર્તાનાં નામ જણાવશો ? ૨૭ શિક્ષક : ઘણી ખુશીથી. ઘણા તીર્થંકરોનાં ચરિત્રો શિષ્ટ કાવ્યોમાં લખાયેલાં છે. શ્રી શાંતિનાથ ચરિત્ર, નેમિનાથ ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ઘણાં કાવ્યો છે. એ સિવાય શ્રી અમરદેવસૂરિએ જયંત વિજય મહાકાવ્ય લખ્યું છે. શ્રી અમરચંદ્રસૂરિએ પદ્માનંદાભ્યુદય મહાકાવ્ય તથા બાળભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદયપ્રભસૂરિએ ધર્માભ્યુદય મહાકાવ્ય રચ્યું છે. કવિશ્રી જયશેખરસૂરિએ જૈન કુમારસંભવકાવ્ય લખ્યું છે. શ્રી દેવપ્રભવસૂરિ મલધારીએ પાંડવચરિત્ર મહાકાવ્ય બનાવ્યું છે. શ્રી ધનંજય મહાકવિએ રાઘવ પાંડવીયમહાકાવ્ય (દ્વિસંધાન મહાકાવ્ય) રચ્યું છે. શ્રી નયનચંદ્રસૂરિએ હમ્મીર મહાકાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધન્નાભ્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મસુંદરગણિએ રાયમલ્લાભ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે તથા માણિક્યચંદ્રસૂરિએ પાર્શ્વનાથ ચરિત્ર તથા નલાયન કાવ્યની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર તથા ક્રયાશ્રય નામનાં મહાકાવ્ય લખ્યાં છે. એ સિવાય બીજાં પણ ઘણાં કાવ્યો છે. ખંડકાવ્ય, સ્તોત્ર અને સ્તુતિઓનો તો પાર જ નથી. તેરમો વિદ્યાર્થી : આપણામાં નાટકો કેટલાં છે? For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૭ . . . : .ت: - શિક્ષક : ઘણાં. તેમાંનાં થોડાંનાં નામ તમને જણાવું. રઘુવિલાસ, નલવિલાસ, રાવધાભ્યદય, સત્યહરિશ્ચન્દ્ર, કૌમુદીચિત્રાનંદ, નિર્ભયભીમ-વ્યાયો ગ (કર્તા શ્રી હેમચંદ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય શ્રી રામચંદ્ર) હમીરમદમર્દન (કર્તા જયસિંહ) રંભામંજરી (કર્તા નયચંદ્રસૂરિ), મોહપરાજય (કર્તા યશપાલ), મુદ્રિત કુમુદચંદ્ર, પ્રબુદ્ધ રોહિણેય, દ્રોપદી સ્વયંવર, ધર્માલ્યુદય વગેરે. ચૌદમો વિદ્યાર્થી અને આપણામાં કથાઓ કેટલી છે? શિક્ષક : બેસુમાર. સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી ભાષા જૈન કથાઓથી ભરપૂર છે. એમાં શ્રી હેમચંદ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર તથા પરિશિષ્ટ પર્વ, શ્રી પાદલિપ્તાચાર્યની તરંગલોલા, દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિની કુવલયમાલા, શ્રી ભદ્રેશ્વરસૂરિની કથાવલી, વસુદેવહિંડી, શ્રી હરિભદ્રસૂરિની સમરાઇવ્ય સિદ્ધર્ષિગણિની ઉપમિતિ શ્રી ભવપ્રપંચાકથા, શ્રી ધનપાલ કવિની તિલકમંજરી વગેરે મુખ્ય છે. આપણા આચાર્યોના હાથે પંચતંત્રનાં અનેક સંસ્કરણ થયાં છે. કથાકલ્લોલ, સિંહાસનબત્રીસી, વૈતાલપચીસી, શુકસપ્તતિ વિગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણો થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવનચરિત્રો ઘણાં જ છે. એકલા ગુજરાતી ભાષામાં જ સાતસો ઉપરાંત રાસ છે અને પ્રબંધની રચનામાં પણ જેનો આગળ પડતા છે. શ્રી મેરૂતુંગાચાર્યે પ્રબંધ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી ચિંતામણિની રચના કરી છે. શ્રી રાજશેખરસૂરિએ ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે. શ્રી પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત લખ્યું છે. શ્રી ભદ્રેશ્વરાચાર્યે પુરાતન પ્રબંધ સંગ્રહ, મહાકવિ રામચંદ્રે સો પ્રબંધો લખ્યા છે. આમ જૈનોના કથા અને પ્રબંધગ્રંથો પણ ઘણા જ છે. ૨૯ પંદરમો વિદ્યાર્થી : આપણામાં કળા ને વિજ્ઞાન ઉપર પુસ્તકો છે ? શિક્ષક : હા, શિલ્પશાસ્ત્ર, સંગીત, ધનુર્વિદ્યા, અશ્વપરીક્ષા, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન, રત્નપરીક્ષા, રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યોતિષ વગેરે પર સારી સંખ્યામાં ગ્રંથો છે. એટલું જ નહિ, પણ આજે વિશ્વજ્ઞાન કોશ(Encyclopedia)ની રચના પણ થયેલી છે. સોળમો વિદ્યાર્થી : એ વિશે જરા વિસ્તારથી કહો. શિક્ષક : શિલ્પશાસ્ત્રની નિપુણતા જૈનોના અનેક ભવ્ય પ્રાસાદો જોતાં જણાઈ આવે છે. એ વિશે જૈન વિદ્વાન ઠક્કર ફેરુએ વાસ્તુસાર ગ્રંથ લખ્યો છે. વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ ભોજદેવે લખ્યો છે. સિવાય પ્રાસાદમંડન વગેરે ઘણા ગ્રંથો છે. શ્રી પાર્શ્વદેવ નામના જૈનાચાર્યે સંગીતસમયસાર તથા બીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સંગીત રત્નાવલિ વગેરે ગ્રંથો પણ રચાયા છે. રત્નપરીક્ષા નામનો એક ગ્રંથ ફ્રાન્સના For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ ...... . . એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી થોડાં વર્ષ પહેલાં બહાર પાડ્યો છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્નપરીક્ષા વગેરે ગ્રંથો પણ એ વિષયમાં મોજૂદ છે. ધનુર્વેદ, ધનુર્વિદ્યા, અશ્વાદિગુણ, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન વગેરે ગ્રંથો પણ જુદા જુદા ભંડારોમાંથી મળી આવ્યા છે. ઠક્કર ફેરુએ સિક્કાઓ વિશે અગત્યનો ગ્રંથ લખ્યો છે. મંત્રતંત્ર વિશે ઘણું લખાયું છે. મંત્રો વિશે અગત્યનો ગ્રંથ વિદ્યાનુશાસન નામે છે તે જૈનાચાર્યની જ રચના છે. વળી, મંત્ર વિષયના જુદા જુદા ઘણા કલ્પો રચાયા છે. ભૈરવપદ્માવતી કલ્પ, શંખાવર્ત કલ્પ વગેરે અનેક છે. સૂરિમંત્ર કલ્પ એ એક આમ્નાય કલ્પ છે તે પણ સાધુઓના ગચ્છો મુજબ જુદા જુદા રચાયેલા મળે છે. જ્યોતિષમાં ભદ્રબાહુ નામથી ભદ્રબાહુસંહિતા છે. હર્ષકીર્તિએ જ્યોતિષસારોદ્ધાર નામનો ગ્રંથ રચ્યો છે, જેમાં તારાઓસંબંધી ઘણું ઊંડું જ્ઞાન છે. વળી એમાં સ્વપ્ન, મંત્ર અને બીજી ગુપ્ત વિદ્યાઓનું વર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્ધકાંડ, ચંદ્રરા ચકવિવરણ, જાતકદીપિકા, જ્યોતિષસાર સંગ્રહ, ભુવનદીપક વગેરે અનેક ગ્રંથો છે. રટ્ટાચાર્ય નામના જૈન સાધુએ રટ્ટાસૂત્ર નામે ૧૩૦૦ ગાથાનો ગ્રંથ લખ્યો છે, જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી અને એવા અનેક વિષયોનાં પૂર્વ લક્ષણો બતાવ્યાં છે. વૈદકમાં પણ અનેક ગ્રંથો છે, જેવાં કે આયુર્વેદ મહોદધિ, For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યની ડાયરી ..... ..... ચિકિત્સોત્સવ, દ્રવ્યાવલિ (નિઘંટુ), પ્રતાપ કલ્પગ્રંથ, માધવરાજ પદ્ધતિ, યોગરત્નાકર, રત્નસાગર રસચિંતામણિ, વૈદક સારોદ્ધાર વગેરે. ગણિતના અનેક ગ્રંથો પૈકી શ્રી મહાવીરાચાર્યે ઈ.સ.ના નવમા સૈકામાં રચેલ ગણિતસારસંગ્રહનો તો અંગ્રેજી અનુવાદ પણ થઈ ચૂક્યો છે. નિમિત્તશાસ્ત્રમાં તો જૈનાચાર્યોએ પોતાના અનુભવોનો ખજાનો લોકહિત માટે ખુલ્લો મૂકી દીધો છે. અંગવિદ્યા નામનો એક પ્રાચીન ગ્રંથ એ વિશે ઉપયોગી માહિતી આપે છે. દુર્ગદવે રિક્ટસમુચ્ચય નામનો ગ્રંથ બનાવ્યો છે. વિશ્વજ્ઞાનકોશની જેમ વિનયવિજયજી મહારાજે લોકપ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે. તેમાં સાતસો ગ્રંથની તો શાખ આપેલી છે. ગ્રંથોને અંતે તે તે આચાર્યોએ પોતાની પ્રશસ્તિઓ આપેલી હોય છે, જેમાં તેમના ગુરુઓ અને તે તે સમયના રાજાઓ, મંત્રીઓ, ગૃહસ્થો અને તેમણે કરાવેલાં શુભ કાર્યોની નોંધ આપી હોય છે. તે પ્રશસ્તિઓ ઇતિહાસ માટે ઉપયોગી પુરવાર થાય છે. એવી જ રીતે એ પુસ્તકોના અંતે લેખનસમયની પણ પ્રશસ્તિઓ હોય છે તે પણ ઘણી માહિતી આપે છે. આ પ્રશસ્તિઓ શિલાલેખ જેટલી જ પ્રામાણિક મનાય છે. વિદ્યાર્થીઓ બધા પ્રશ્ન પૂછી રહ્યા હતા. ફરી ધરશેંદ્રનો વારો આવતાં બોલી ઊઠ્યો: ‘ગુરુજી ! આ બધું સાંભળીને For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ અમારા મન પર જુદી જ અસર થાય છે. આપણું આટઆટલું સાહિત્ય છતાં પણ અત્યાર સુધી અમને ખબર જ ન પડી. શિક્ષક : હાલના સંયોગો એવા છે કે સાહિત્ય પ્રત્યેની રુચિ ને તેનો પ્રચાર કરવાની ધગશ નરમ પડી ગયાં છે. સાંસારિક વ્યથામાંથી ઊંચા આવીએ તો જ આ સાહિત્ય પ્રત્યે દૃષ્ટિ જાય ને ? હવે તમે બધા આ સાહિત્યની કોઈ પણ પ્રકારે સેવા કરવાનો નિશ્ચય કરો. ભવિષ્યના જૈનોનું સુકાન તમારા જ હાથમાં છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ [કુલ પુસ્તક ૧૦]. ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઇલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ पामोमिल णमाआयरिय पायाण સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાળકોના જીવનમ:' Serving Jin Shasan