________________
શ્રી નંદિષેણ
અત્યારે જેને આપણે બિહાર પ્રાંત કહીએ છીએ, તેને જૂના કાળમાં મગધદેશ કહેતા. તેની રાજધાનીનું નામ રાજગૃહી. એના રાજાનું નામ શ્રેણિક. ભગવાન મહાવીર વિચરતા હતા એ સમયની, આજથી આશરે પચીસસો વર્ષ પહેલાંની આ વાત છે.
મગધદેશ તો ત્યારે આખા ભારતનું નાક લેખાતો. ચારે દિશામાં પોતાની આણ વર્તાવનાર રાજા-મહારાજા ત્યાં જ થયા. એ દેશની નામના બીજા દેશોમાં પણ ગવાતી. અને રાજગૃહી નગરી તો જાણે બીજી અલકાપુરી જ જોઈ લો! શું એનો વૈભવ !
વાદળ સાથે વાતો કરતી એની ઊંચી ઊંચી હવેલીઓ, દેશ-વિદેશની નવી નવી ચીજોથી શોભતી એની બજારો, એના મોટા મોટા ચોક અને રૂપાળા રૂપાળા ઝરૂખાઓ ભલભલાના મનને ભાવી જતા. દૂર દૂરના સોદાગરો પોતાનો માલ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org