________________
જૈનસાહિત્યની ડાયરી
ચિંતામણિની રચના કરી છે. શ્રી રાજશેખરસૂરિએ ચતુર્વિશતિ પ્રબંધ રચ્યો છે. શ્રી પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત લખ્યું છે. શ્રી ભદ્રેશ્વરાચાર્યે પુરાતન પ્રબંધ સંગ્રહ, મહાકવિ રામચંદ્રે સો પ્રબંધો લખ્યા છે. આમ જૈનોના કથા અને પ્રબંધગ્રંથો પણ ઘણા જ છે.
૨૯
પંદરમો વિદ્યાર્થી : આપણામાં કળા ને વિજ્ઞાન ઉપર પુસ્તકો છે ?
શિક્ષક : હા, શિલ્પશાસ્ત્ર, સંગીત, ધનુર્વિદ્યા, અશ્વપરીક્ષા, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન, રત્નપરીક્ષા, રસાયણ, આયુર્વેદ, ખગોળ, જ્યોતિષ વગેરે પર સારી સંખ્યામાં ગ્રંથો છે. એટલું જ નહિ, પણ આજે વિશ્વજ્ઞાન કોશ(Encyclopedia)ની રચના પણ થયેલી છે.
સોળમો વિદ્યાર્થી : એ વિશે જરા વિસ્તારથી કહો. શિક્ષક : શિલ્પશાસ્ત્રની નિપુણતા જૈનોના અનેક ભવ્ય પ્રાસાદો જોતાં જણાઈ આવે છે. એ વિશે જૈન વિદ્વાન ઠક્કર ફેરુએ વાસ્તુસાર ગ્રંથ લખ્યો છે. વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ ભોજદેવે લખ્યો છે. સિવાય પ્રાસાદમંડન વગેરે ઘણા ગ્રંથો છે. શ્રી પાર્શ્વદેવ નામના જૈનાચાર્યે સંગીતસમયસાર તથા બીજા એક આચાર્યે સંગીત રત્નાકર લખી એ વિષયમાં નામના મેળવી છે. એ સિવાય સંગીતદીપક, સંગીત રત્નાવલિ વગેરે ગ્રંથો પણ રચાયા છે. રત્નપરીક્ષા નામનો એક ગ્રંથ ફ્રાન્સના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org