________________
૨૧
જૈનસાહિત્યની ડાયરી
- - - - - સૂત્ર શ્રી વીરભદ્રગણિએ રચેલું છે. બીજા પન્ના રચનારનાં નામ હજુ સુધી જણાયાં નથી. છેદસૂત્રોમાંના પહેલાં બે સિવાય બાકીનાં શ્રી ભદ્રબાહુસ્વામીએ રચ્યાં છે. મરાનિશીથ મૂળ ગણધરશ્રેષ્ઠ શ્રી સુધર્માસ્વામીએ રચેલું, પણ તેનો ઉદ્ધાર શ્રી હરિભદ્રસૂરિએ કર્યો છે. નંદીસૂત્ર શ્રી દેવવાચકગણિએ રચ્યું છે. દશવૈકાલિક સૂત્ર શ્રી શય્યભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીએ બનાવી છે.
પાંચમો વિદ્યાર્થી : આ સૂત્રો મૂળ જેવાં રચાયાં હશે તેવાં જ આજ સુધી ચાલ્યાં આવે છે કે એમાં કંઈ ફેરફાર થયો છે ?
શિક્ષક: પહેલાંના સમયમાં આજની જેમ પુસ્તકો લખાતાં ન હતાં. ગુરુ આગળથી પાઠ લઈને સૂત્રો શિખાતાં ને સ્મરણશક્તિથી યાદ રખાતાં. એક વખત બાર વર્ષનો મોટો દુકાળ પડ્યો ને સાધુઓ સ્વાધ્યાય વીસરી ગયા. આથી પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહુસ્વામીના વખતમાં શ્રમણ સંઘ એકઠો થયો ને જેને જે અંગાદિ યાદ હતું તે બધું એકઠું કરી લીધું.
ત્યાર પછી લગભગ પાંચસો વર્ષે એક મોટા દુકાળને અંતે આર્ય સ્કંદિલાચાર્યું સૂત્રોના અનુયોગ (વ્યાખ્યા) કર્યો. એ વખતે જે સૂત્રોનાં વ્યાખ્યાનો થયાં તેને માથુરી વાચના કહે છે.
એ પછી વીર સંવત ૯૮૦માં દેવર્ધિગણિક્ષમાશ્રમણે વલ્લભીપુરમાં એક પરિષદ ભરી ને તેમાં જૈન આગમોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org