Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ ...... . . એક ઝવેરીએ ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી થોડાં વર્ષ પહેલાં બહાર પાડ્યો છે. હીરક પરીક્ષા, સમસ્ત રત્નપરીક્ષા વગેરે ગ્રંથો પણ એ વિષયમાં મોજૂદ છે. ધનુર્વેદ, ધનુર્વિદ્યા, અશ્વાદિગુણ, ગજપરીક્ષા, પક્ષીવિજ્ઞાન વગેરે ગ્રંથો પણ જુદા જુદા ભંડારોમાંથી મળી આવ્યા છે. ઠક્કર ફેરુએ સિક્કાઓ વિશે અગત્યનો ગ્રંથ લખ્યો છે. મંત્રતંત્ર વિશે ઘણું લખાયું છે. મંત્રો વિશે અગત્યનો ગ્રંથ વિદ્યાનુશાસન નામે છે તે જૈનાચાર્યની જ રચના છે. વળી, મંત્ર વિષયના જુદા જુદા ઘણા કલ્પો રચાયા છે. ભૈરવપદ્માવતી કલ્પ, શંખાવર્ત કલ્પ વગેરે અનેક છે. સૂરિમંત્ર કલ્પ એ એક આમ્નાય કલ્પ છે તે પણ સાધુઓના ગચ્છો મુજબ જુદા જુદા રચાયેલા મળે છે. જ્યોતિષમાં ભદ્રબાહુ નામથી ભદ્રબાહુસંહિતા છે. હર્ષકીર્તિએ જ્યોતિષસારોદ્ધાર નામનો ગ્રંથ રચ્યો છે, જેમાં તારાઓસંબંધી ઘણું ઊંડું જ્ઞાન છે. વળી એમાં સ્વપ્ન, મંત્ર અને બીજી ગુપ્ત વિદ્યાઓનું વર્ણન છે. એ સિવાય આરંભસિદ્ધિ, અર્ધકાંડ, ચંદ્રરા ચકવિવરણ, જાતકદીપિકા, જ્યોતિષસાર સંગ્રહ, ભુવનદીપક વગેરે અનેક ગ્રંથો છે. રટ્ટાચાર્ય નામના જૈન સાધુએ રટ્ટાસૂત્ર નામે ૧૩૦૦ ગાથાનો ગ્રંથ લખ્યો છે, જેમાં વરસાદ, ધરતીકંપ, વીજળી અને એવા અનેક વિષયોનાં પૂર્વ લક્ષણો બતાવ્યાં છે. વૈદકમાં પણ અનેક ગ્રંથો છે, જેવાં કે આયુર્વેદ મહોદધિ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36