Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ ' ' સિદ્ધાંતો પુસ્તકારૂઢ થયા, અર્થાત્ પહેલવહેલા લખાયા. એ વલ્લભી વાચના કહેવાય છે. એની અનેક નકલો ઉતારવામાં આવી ને તેનો ઠામ ઠામ પ્રચાર કરવામાં આવ્યો. આજે એ ૪૫ આગમો મળી શકે છે. શ્રી આગમોદય સમિતિ દ્વારા તે છપાઈ ગયાં છે. આ આગમોમાં અનેક વિષયોનું જ્ઞાન સમાયેલું છે. છઠ્ઠો વિદ્યાર્થી : આગમો કઈ ભાષામાં લખાયેલાં છે ? શિક્ષક : અર્ધમાગધી. તીર્થકરો એ જ ભાષામાં ઉપદેશ આપે છે. એ ભાષા સર્વ લોકો સમજી શકે તેવી સરળ છે. છઠ્ઠો વિદ્યાર્થી : અમે તો એ સમજી શકતા નથી. શિક્ષક : એ વખતે બધા લોકો પ્રાકૃત બોલતા. આજે તો એમાંથી ફેરફાર થઈ અનેક ભાષાઓ બની છે. સાતમો વિદ્યાર્થી : આપણા ગ્રંથો કઈ કઈ ભાષામાં છે? શિક્ષક : સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, ગુજરાતી, હિન્દી, મરાઠી, કાનડી, તમિલ, અંગ્રેજી, જર્મન વગેરે. આઠમો વિદ્યાર્થી : આગમો સિવાય આપણામાં તત્ત્વજ્ઞાનના ખાસ ગ્રંથો કયા છે? શિક્ષક : જૈન તત્ત્વજ્ઞાનમાં સહુથી સુંદર ગ્રંથ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. એના પર અનેક ટીકાઓ રચાઈ છે. એ સિવાય શ્રી હરિભદ્રસૂરિનું પદર્શનસમુચ્ચય, શ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36