Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૭ ચારિત્ર, તપ, વીર્ય વગેરે આચારો તથા ગોચરી, વિનય, શિક્ષા, ભાષા, અભાષા, સર્તન ક્રિયા વગેરેનું વર્ણન છે. બીજું અંગ સૂત્રકૃતાંગ છે. એમાં લોક, અલોક, લોકાલોક, જીવ, સમય તથા ૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી-એમ ૩૬૩ મતોનું ખંડન કરી અનેકાન્તિક મંતવ્ય રજૂ કર્યું છે. સ્થાનાંગ સૂત્રમાં જીવ, સમય, લોક તથા ભૂગોળની સ્થાપના છે. સમવાયાગમાં એકથી આરંભી ૧૦૧ સંખ્યાવાળા પદાર્થોનો નિર્ણય ને દ્વાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રનું બીજું નામ ભગવતીસૂત્ર છે. જીવાદિનું તલસ્પર્શી વિવેચન છે. જ્ઞાતાધર્મકથામાં દરેક કથાનાયકનું જન્મભૂમિથી મોક્ષ સુધીનું વર્ણન છે. ઉપાશકદશામાં શ્રમણોપાસકનાં જીવનો છે. અંતકૃદશામાં મોક્ષગામીઓનાં જીવનો છે. પ્રશ્ન વ્યાકરણમાં પુછાતા વિદ્યામંત્રો, અપુછાતા વિદ્યામંત્રો, મિશ્રપુછાતા વિદ્યામંત્રો, અંગૂઠાદિના પ્રશ્નો, વિદ્યાતિશયો, દેવો સાથેના દૈવી સંવાદો છે. વિપાકસૂત્રમાં સુખ-દુઃખનાં કારણોની ચર્ચા છે. બારમું અંગ દૃષ્ટિવાદ છે, પણ તે હાલ નાશ પામ્યું છે. ચોથો વિદ્યાર્થી: શું આ બધાં આગમો સુધર્માસ્વામીએ રચેલાં છે ? ૨૦ શિક્ષક: ના. તેમાંનાં કેટલાંક બીજાઓએ પણ રચેલાં છે. ચોથું ઉપાંગ પ્રજ્ઞાપના શ્રી શ્યામાચાર્યે રચેલું છે. ચતુઃશરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36