Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ ગ્રંથો રચ્યા છે. શ્રી ગુણરત્નસૂરિએ ષદર્શનસમુચ્ચયવૃત્તિ રચી છે. શ્રી ચંદ્રસેને ઉત્પાદ સિદ્ધિપ્રકરણ રચ્યું છે. શ્રી ચંદ્રપ્રભસૂરિએ પ્રમેય રત્નકોશ બનાવ્યો છે. આ સિવાય શ્રી પદ્મસુંદરગણિએ પ્રમાણસુંદર, શ્રી બુદ્ધિસાગરજીના વખતે પ્રમાલક્ષ્મલક્ષણ, શ્રી મુનિચંદ્ર અનેકાંતવાદયપતાકા ટિપ્પન, શ્રી રાજશેખરે સ્યાદ્વાદકલિકા, શ્રી રત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકા, શ્રી શુભવિજયજીએ સ્યાદ્વાદ ભાષા ને શ્રી શાંતિસૂરિએ પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિ બનાવી છે. દિગમ્બરોમાં પણ ન્યાયના લખનારા ઘણા પંડિતો થયા છે. નવમો વિદ્યાર્થી : આપણામાં યોગ ને અધ્યાત્મના ગ્રંથો કયા કયા છે? શિક્ષક : યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, યોગશાસ્ત્ર, યોગશતક, યોગસાર, સમાધિશતક, પરમાત્મપ્રકાશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાનદીપિકા, ધ્યાનવિચાર, અધ્યાત્મ ઉપનિષદુ, અધ્યાત્મબિંદુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મગીતા, અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનાર્ણવ વગેરે. દશમો વિદ્યાર્થી : આપણામાં કર્મ વિશે કંઈ સ્વતંત્ર સાહિત્ય છે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36