Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ જૈનસાહિત્યની ડાયરી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું વિશેષાવશ્યક ભાષ્ય, શ્રી અનંતવીર્યની પરીક્ષાસૂત્ર લઘુવૃત્તિ, પ્રમાણનયતત્તાલોકાલંકાર, શ્રી મલ્લિષણની સ્વાદ્વાદમંજરી ને શ્રી ગુણરત્નની તર્કરહસ્યદીપિકા પણ જૈન તત્ત્વજ્ઞાનના સુંદર ગ્રંથો છે. તત્ત્વજ્ઞાન તથા ન્યાયને ઊંડો સંબંધ હોવાથી એ બને વિષયના ગ્રંથો જુદા પાડવા કેટલીક વખત મુશ્કેલ પણ બની જાય છે. નવમો વિદ્યાર્થી જૈન ન્યાયના મહાન લેખકો ને તેમની કૃતિઓ કઈ કઈ છે? શિક્ષક : શ્રી સિદ્ધસેન દિવાકર જૈન ન્યાય પર સ્વતંત્ર રીતે લખનાર સહુથી પહેલવહેલા છે. તેમણે સન્મતિતર્ક ને ન્યાયાવતારની રચના કરી છે. શ્રી મલ્લવાદીસૂરિજીએ દ્વાદશારનયચક્ર તથા સન્મતિની ટીકા રચી છે. શ્રી હરિભદ્ર મહારાજે અનેકાંતજયપતાકા, લલિતવિસ્તરા, ધર્મસંગ્રહણી વગેરે અનેક ગ્રંથો લખ્યા છે. શ્રી અભયદેવસૂરિએ સન્મતિ તર્ક પર મહાન ટીકા લખી છે. શ્રી વાદી દેવસૂરિએ સ્યાદ્વાદ રત્નાકર રચ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યે પ્રમાણમીમાંસા તથા અન્યયોગવ્યવચ્છેદ કાસિંશિક રચી છે અને શ્રીમદ્ યશોવિજયજીએ તો હદ કરી છે. જૈન તર્કપરિભાષા, કાત્રિશદ્વાપત્રિશિકા, ધર્મપરીક્ષા, નયપ્રદીપ, નયામૃતતરંગિણી, ખંડનખંડ ખાદ્ય, ન્યાયાલોક, નયરહસ્ય, નયોપદેશ, અનેકાંતવ્યવસ્થા, તત્ત્વાર્થસૂત્ર વૃત્તિ વગેરે અનેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36