Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ જૈનસાહિત્યની ડાયરી શિક્ષકઃ લાખો શ્લોક પ્રમાણ તેના મુખ્ય ગ્રંથો કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન પાંચ કર્મગ્રંથો, નવીન છ કર્મગ્રંથો, સંસ્કૃત ૪ કર્મગ્રંથો, કર્મવ વિવરણ વગેરે છે. એના પર ઘણી ટીકાઓ રચાયેલી છે. અગિયારમો વિદ્યાર્થી : આગમો, તત્ત્વજ્ઞાન, યોગ ને કર્મના સાહિત્ય વિશે તો કંઈક જાણ્યું, પણ ખાસ સાહિત્યગ્રંથોમાં આપણો કેવોક ફાળો છે ? શિક્ષક: ખાસ સાહિત્યગ્રંથોમાં પણ આપણો ફાળો ઘણો મોટો છે. વ્યાકરણ, કોશ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્ય, નાટક, કથા, પ્રબંધ વગેરે સાહિત્યના બધા વિભાગો પર આપણા આચાર્યોએ લખ્યું છે. પાણિનિના સંસ્કૃત ભાષાના વ્યાકરણની હરીફાઈ કરનાર સિદ્ધહેમ વ્યાકરણ શ્રી હેમચંદ્રાચાર્યે રચ્યું છે. એના છેલ્લા અધ્યાયમાં પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાનાં વ્યાકરણો પણ લખ્યાં છે. શાકટાયનનું વ્યાકરણ તો ઘણા વખતથી પ્રસિદ્ધ છે. પૂજ્યપાદ દેવનંદિનું જૈનેન્દ્ર વ્યાકરણ પણ મશહૂર છે. એ સિવાય બુદ્ધિસાગરાચાર્યે બુદ્ધિસાગરવ્યાકરણ, જ્ઞાનવિમળગણિએ શબ્દ પ્રતિભેદ વ્યાકરણ, ને શ્રી વિદ્યાનંદસૂરિએ સિદ્ધસારસ્વત વ્યાકરણ રચ્યું છે. પ્રાકૃત ભાષાનાં બીજાં પણ અનેક વ્યાકરણો જૈનાચાર્યોએ રચ્યાં છે. તમિલ ને કાનડી ભાષાનાં મૂળ વ્યાકરણો જૈનાચાર્યોથી જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36