________________
શ્રી નંદિપેણ
.....ته
સેચનકને મળવા દોડી ગયાં. જુએ તો ન મળે ત્યાં સેચનક કે ન મળે એનો ખીલો ! ભારે નવાઈની વાત હતી. સેચનક ખીલો ઉખાડી નાસે એ કદી બને જ નહીં. બાળતાપસોને થયું : સેચનકે રમતની આ વળી કોઈ અવનવી રીત શોધી હશે, ચાલો, તપાસ કરીએ. અને બાળતાપસો ઊપડ્યા પોતાના ભેરુની શોધમાં. આશ્રમથી થોડે દૂર જઈ જોયું તો સેચનક ધૂમાબૂમ કરીને નાનાં કુમળાં છોડો અને ઝાડોનો કચ્ચરઘાણ વાળતો હતો. બધાં અજાયબ થઈ ગયાં : આજે સેચનકને આ શું થયું હતું ! બાળતાપસીને થયું, ચાલો, પાસે જઈ એને પકડી લાવીએ, પણ જેવા બાળતાપસો સેચનકની નજરે પડ્યા કે એ ગુસ્સાથી ધુંવાપૂવાં થઈ એમની જ સામે થવા લાગ્યો. બાળતાપસો ભય ખાઈ ગયા. ભેરુને પકડી લાવવાની એમની હિંમત ઓસરી ગઈ અને જીવ બચાવવા એ મૂઠીઓ વાળીને ત્યાંથી નાઠા ! એ નાઠા અને જાણે સેચનકને વધુ જોશ ચડ્યું. એ તો ધસમસતો સીધો આવી પહોંચ્યો આશ્રમમાં, અને વૃક્ષો, વેલડીઓ અને ઝૂંપડીઓનો કચ્ચરઘાણ વાળવા લાગ્યો. હવે તો આખા આશ્રમમાં હાહાકાર મચી ગયો. સેચનક જાણે આજે ભેરુ મટી દુશ્મન બની ગયો હતો. એનું રૂપ કાળના જેવું વિકરાળ બની ગયું હતું. એને કેમ કરી વશ કરવો એની બધાને વિમાસણ થવા લાગી. મેચનકનું તોફાન વધતું જ ચાલ્યું. ભારે ભયંકર અવસર આવી લાગ્યો હતો.
બધા નિરુપાય બન્યા એટલે રાજદરબારે પોકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org