Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ .ن.ت.ن.ك ચડી. પોતાના તપોબળથી એમણે ત્યાં ધનનો વરસાદ વરસાવી દીધો. ગણિકા તો જોઈ જ રહી ! આવું ફૂટડું રૂપ અને આવું અખૂટ ધન ! એને હવે જવા કેમ દેવાય ? એ તો હાવભાવ કરતી માર્ગ રોકી વિનવણી કરવા લાગી: “મહારાજ, ધનલાભ તો કર્યો, હવો ભોગલાભ કર્યા વગર કેમ ચાલશે ? આ મહેલ ને આ દેહ આપનાં જ સમજો.” મુનિનું મન ચળી ગયું. પ્રભુ મહાવીરની વાણી સાચી પડી. બાકીનો ભોગ પૂરા કરવા નંદિષેણ મુનિ અનગાર મટી ગણિકાના મહેલના વાસી બન્યા. તે પણ નંદિષણનું અંતર કોઈ અજબ રીતે ઘડાયું હતું. તપ કરવા છતાં ભોગની વાસના દૂર ન થઈ, તેમ અપાર ભોગ ભોગવવા છતાં ધર્મનો પ્રેમ દૂર ન થયો. તેમણે પ્રતિજ્ઞા કરી : “ભલે, હું તો પડ્યો, પણ દરરોજ દસ જણને તારી સાધુ માર્ગે વળાવ્યા પછી જ મારે ભોજન લેવું.” વાહ રે ભોગી, વાહ રે જોગી ! વર્ષો વીતતાં જાય છે. સેંકડો માનવીઓ નંદિષણથી પ્રતિબોધ પામીને આત્માનો ઉદ્ધાર કરવા પ્રભુ પાસે જાય છે. નંદિષણનો ભોગકાળ કપાતો જાય છે. આંબાને આમ્રફળથી શણગારનાર વસંત જાણે આવી પહોંચી. એક દિવસનાં બપોરાં વીતી રહ્યાં છે. ભાતભાતનાં ભોજન તૈયાર પડ્યાં છે. નવ જણ પ્રતિબોધ પામી ચૂક્યા છે. દસમો સોની માથાનો મળ્યો છે. હજારોને સમજાવનારને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36