Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ શ્રી નંદિષણ ૧૩. પણ નંદિષેણ એકનો બે ન થયો. રાજા શ્રેણિકે રજા આપી અને પ્રભુએ ભાવિ ભાવ સમજી એને દીક્ષા આપી. સેચનકનું રહસ્ય પામવા ગયેલા નંદિષેણ આત્માનું રહસ્ય પામવા સદા માટે પ્રભુ પાસે રોકાઈ ગયો. જનતાએ નંદિષણ મુનિને વંદન કર્યા. નંદિષણ મુનિ આકરી તપસ્યામાં વખત વિતાવે છે. પ્રભુના ‘તારે ભોગ ભોગવવા બાકી છે' એ બોલ સદા એને યાદ આવ્યા કરે છે. રખેને ધર્મમાર્ગથી પડી જવાય એવી બીક એમને હંમેશાં રહ્યા કરે છે, પણ લાખ લાખ ઉપાય કરવા છતાં મન કાબૂમાં આવતું નથી. એક વાર તો પોતાની નબળાઈથી નંદિષણ એટલા નિરાશ થયા કે પર્વતની ટોચેથી પડી આપઘાત કરવાનો એમણે વિચાર કર્યો, પણ વળી ધર્મનો વિચાર આવ્યો અને એ પાછા ફર્યા ને વધુ ઉગ્ર તપ કરવા લાગ્યા. તપના બળથી એમનું મન તો પૂરેપૂરું વશ ન થયું, પણ એમને બીજી ઘણી ઘણી શક્તિઓ સાંપડી. ભાગ્યદેવતા પોતાનું કામ કર્યું જાય છે. એક દિવસની વાત છે. બપોરાં થયાં છે. નંદિષણ મુનિ ભિક્ષા માટે ફરતા ફરતા એક ગણિકાના મહેલે આવી ચડે છે, અને ધર્મલાભ કહી ઊભા રહે છે. ગણિકા હસતી હસતી બોલે છે: “મહારાજ, માર્ગ ભૂલ્યા કે શું? અહીં તો ધર્મલાભ નહીં, પણ ધનલાભ જોઈએ !' બસ, નંદિષેણ મુનિ મારગ ભૂલ્યા. તેમને ચાનક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36