Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ રાજા શ્રેણિક રાજીરાજી થઈ ગયા. ધન્ય, પ્રભુ ! ધન્ય !” કહી ત્યાંથી જ પ્રભુને વંદન કર્યા. મોટી ધર્મસભા ભરાઈ છે. પ્રભુ મહાવીર ધર્મદેશના સંભળાવી રહ્યા છે. પથ્થરને પણ પિગળાવી દે એવી એ વાણી ! દેશના પૂરી થઈ એટલે રાજા શ્રેણિક અને કુમાર નંદિષેણે સેચનક હાથીની વાત પૂછી. પ્રભુએ ઘટનાનું રહસ્ય સમજાવ્યું ઃ મહાનુભાવ ! આ તો પૂર્વ ભવના સંબંધનો ચમત્કાર છે. પૂર્વ ભવે મેચનકનો જીવ શેઠ હતો અને નંદિષેણનો જીવ નોકર હતો. બન્ને વચ્ચે ભારે હેત. નોકર સુપાત્રદાનથી રાજકુમાર થયો. શેઠ વિવેક વગરના દાનથી હાથી થયો. બન્નેની નજર મળતાં, પહેલાંની પ્રીતિની લાગણીઓ તાજી થઈ અને સેચનક શાંત થઈ ગયો. પ્રભુની વાણીએ સહુનાં મનનું સમાધાન કર્યું. પણ નંદિષણના મનમાં તો હવે બીજું તોફાન જાગ્યું હતું. પ્રભુની વૈરાગ્યભરી વાણી એના હૈયામાં વસી ગઈ હતી. એને તો પ્રભુના માર્ગે જ જવાનું દિલ થઈ આવ્યું. એણે કહ્યું : “પ્રભુ, હવે તો હું આપનાં ચરણોમાં જ રહીશ. ઘેર જવું હવે મારે ન ખપે !” રાજા શ્રેણિક સાંભળી રહ્યા. પ્રભુએ કહ્યું : “મહાનુભાવ ! આ કામ બહુ આકરું છે, કહેવા જેટલું કરવામાં એ સહેલું નથી. વળી, હજુ તારે ભોગ ભોગવવા બાકી છે. થોડો વખત થોભી જા !” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36