Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ પહોંચ્યો. રાજા શ્રેણિકે સૈનિકો ને હાથીના મહાવતોને આજ્ઞા કરી : “જલદી સેચનકને પકડી આણો !” બધા ઊપડ્યા, ખૂબ ખૂબ મહેનત કરી, પણ કોઈ ન ફાવ્યું. મેચનક હવે તો ગાંડોતૂર બની ગયો હતો. માવતો ને સૈનિકો વીલે મોંએ પાછા આવ્યા. એમની શરમનો પાર ન હતો. રાજા શ્રેણિક પણ મૂંઝવણમાં પડ્યા : એક નાનો સરખો હાથી કાબૂમાં ન આવી શક્યો? પછી તો એ જાતે હાથીને વશ કરવા જવા તૈયાર થયા. શૂરવીરો ને જોદ્ધાઓનાં મોં શ્યામ બની ગયાં. એટલામાં કુમાર નંદિષેણે વિનંતિ કરી : “પિતાજી, એક વાર મને જઈ આવવા દ્યો. મારું મન સાખ પૂરે છે કે હું હાથીને જરૂર વશ કરી શકીશ. હું પાછો પડ્યો તો પછી આપ તો છો જ ને?” જાણે ભાવીનો કોઈ સંકેત આવા શબ્દો બોલાવતો હતો. રાજાજી વિચારમાં પડી ગયાં જ્યાં ભલભલા જોદ્ધાઓ અને માવતો હારી ગયા એ જમદૂત જેવા પશુની સામે આવા કુમળા પુત્રને મોકલવો ? ક્ષણભર તો એ કંપી ગયા. પણ છેવટે પુત્રની માગણી એમને માનવી પડી. નંદિષણ સેચનકને વશ કરવા ચાલી નીકળ્યો. નંદિષણના દિલમાં જરાય ગભરાટ નથી. જાણે ભાઈબંધને ભેટવા જતો હોય એવો એના મનમાં હરખ છે. વાત કરતાંમાં એ આશ્રમ વટાવી જંગલમાં આવી પહોંચ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36