Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૭ કામ વૃક્ષો અને વેલડીઓને પાણી સિંચવાનું. પેલું મદનિયું પણ એમની પાછળ પાછળ જાય અને સૂંઢમાં પાણી ભરી ભરીને બધાં ઝાડને સિંચે. ક્યાં ઝાડવાં અને વેલડીઓને રગદોળી નાખતા હાથીઓ અને ક્યાં પોતની સૂંઢે સૂંઢે વૃક્ષો ને વેલડીઓને પાણી સિંચતો આ બાળહાથી ! સોબત તેવી અસર તે આનું નામ. કદીક બાળતાપસો પાણી સિંચવાનું ભૂલે, પણ બાળહાથી તો ભૂલે જ નહીં. તેનું જલ-સિંચનનું આ કામ જોઈને સહુએ એનું સેચનક’ એવું નામ જ પાડી દીધું. રાજા શ્રેણિકના રાજમહેલમાં નંદિષેણ લાડકોડમાં ઊછરતો તેમ તાપસોના આશ્રમે સેચનક હેતપ્રીતમાં મોટો થતો. આમ આનંદમાં દિવસો વહી જવા લાગ્યા. પણ બધું સદાકાળ એકસરખું રહેતું નથી. હવે સેચનક મનિયું મટી મોટો હાથી બનતો જતો હતો. અને ઉંમર વધતાં એનો સ્વભાવ પણ બદલાતો જતો હતો. જાણે એ પહેલાંનો રમતિયાળ સેચનક જ નહીં. ન હવે એ બહુ રમે છે, ન એને બાળતાપસોનું ગેલ બહુ ગમે છે. કદી એકલો નહીં ફરનાર એ કોઈ કોઈ વાર એકલો બહાર ચાલ્યો જાય છે; એકલો વૃક્ષઘટાઓમાં ઘૂમે છે; એકલો નદીનાં નીર ડહોળે છે; એકલો જ ઘાસ-ચારો શોધે છે. ‘આ ઘર પોતાનું નહીં’– એવું એને ભાસવા લાગ્યું હોય એમ એ એકલસૂરો બનતો જાય છે. એક દિવસની વાત છેઃ સૂરજ ઊગ્યો ને બાળતાપસો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36