Book Title: Nandishen Jain Sahityani Diary Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ શ્રી નંદિષણ રમત-ગમતમાં આશ્રમથી થોડે દૂર નીકળી ગયાં હતાં. તેમણે જોયું કે એક મદનિયું (હાથીનું બચ્ચું) કુમળાં કુમળાં વૃક્ષો સાથે ગેલ કરી રહ્યું હતું. બાળતાપસો તો ખુશ ખુશ થઈ ગયાં. જાણે પોતાનો હેતાળ ગોઠિયો ન મળી ગયો હોય, એમ બધાં એ બાળહાથીને વીંટળાઈ વળ્યાં. નમાયા હાથીને જોઈને એમના અંતરમાં માયા ઊભરાઈ આવી. બાળહાથી પણ એ બધાને જોઈને રાજી રાજી થઈ ગયો. ન એ બાળકોથી ડર્યો કે ન એણે બાળકોને ડરાવ્યાં. બાળબાળનાં અંતરો જાણે હેતપ્રીતની ગાંઠથી બંધાઈ ગયાં. બાળતાપસો એને પંપાળવા લાગ્યાં અને બાળહાથી વધુ ડાહ્યો બની ગયો. વખત વીત્યો, પણ બાળતાપસીને ત્યાંથી ખસવાનું મન ન થયું. બધાંએ નક્કી કર્યું : એ મદનિયાને પોતાના આશ્રમે લઈ જવું. અને બધા એને દોરીને આશ્રમે લઈ આવ્યાં. આશ્રમમાં આજે આનંદ આનંદ થઈ રહ્યો. બાળતાપસી અને બાળહાથીનું હેત વધતું ચાલ્યું. પોતાના નવા ભેરુનું નામ શું પાડવું એનો બધાને વિચાર થયા કરતો. બાળતાપસો જ્યાં જ્યાં જાય, જે જે કામ કરે, તેમાં બાળકાથી તો પહેલો જ. એ ઘાસ ખોદવા જાય તો હાથી પણ સૂંઢથી ઘાસ ઉખાડવા લાગે અને ઘડીભરમાં મેદાન સાફ કરી દે. બાળતાપસો લાકડાં વીણવા જાય તો બાળહાથી પણ નાનાં નાનાં વૃક્ષોનાં લાકડાંનો ગંજ કરી દે. બાળતાપસોનું પહેલું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36