Book Title: Nandishen Jain Sahityani Diary Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ રાખતી ઘેરી ઘેરી વૃક્ષઘટાઓ, કોમળ સુકોમળ વેલડીઓના નાના નાના લતામંડપો, કલકલ કરતું પાણીનું ઝરણું અને નિર્ભયપણે ફરતાં અને ચરતાં પશુ-પંખીઓ આશ્રમની શોભામાં અનેરો વધારો કરતાં. શાંતિનું જ જાણે ત્યાં રાજ ચાલતું. ન કોઈ ધમાલ, ન કોઈ હાયવોય ! આશ્રમની નાની નાની ઝૂંપડીઓ ને તેમાં રહેતા તાપસી અને બાળતાપસો સહુનું મન હરી લેતા. નાના-મોટા સહુ ભણવા-ગણવામાં કે ધ્યાનમાં મગ્ન રહેતા. બાળતાપસી અનેક રમતો કરી આનંદ માણતાં. મનુષ્ય કે પશુ-પંખી સહુ કોઈને ત્યાં આશરો મળી રહેતો. પ્રસવકાળ પાસે આવતો ગયો તેમ પેલી હાથણીની ચિંતા વધતી ગઈ. એ તો ચારેકોર નિર્ભય જગ્યાની શોધ કર્યા જ કરે. ફરતી વરતી એ આ આશ્રમ પાસે આવી પહોંચી. અને જાણે એનું મન ઠરી ગયું. એના દિલે જાણે સાખ પૂરી : મારું બાળક જરૂર અહીં આશરો પામશે ! બરાબર પ્રસવ ઘડી આવી પહોંચી એટલે પોતાના ટોળાની સરત ચૂકવીને એ આશ્રમ પાસે જઈ પહોંચી. એણે નરહાથીને જન્મ આપ્યો. એનું અંતર આનંદથી છવાઈ ગયું, પણ હવે ત્યાં વધુ રહે તો બન્નેના જીવ જોખમમાં આવી પડે, એટલે હાથણીએ પાછો જંગલનો માર્ગ લીધો. દિવસ ઊગ્યાને થોડો જ વખત થયો હતો. બાળતાપસો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36