________________
મૂળક્યા
ઉજજૈની નગરી. માણેકચંદ શેઠ. ઉત્તમ વ્યક્તિમત્તા. દુર્યોગવશ મૂર્તિપૂજાવિરોધી બન્યા. પત્ની અને માતા એ ખૂબ સમજાવ્યા. ન સમજયા. શ્રી આનંદવિમલ સૂરિજી મ. સ્મશાનમાં કાયોત્સર્ગ કરતા હતા ત્યાં જઈ રીતે એમની દાઢીએ આગ ચાંપી દીધી. સમતા જોઈ પસ્તાયા . બીજે દિવસે જાહેરમાં માફી માંગી. મૂર્તિપૂજક બન્યા. ગુરુમુખે શત્રુંજયનો મહિમા સાંભળ્યો . યાત્રા ન થાય ત્યાર સુધી આહારપાણી ત્યાગ, એવા નિયમ સાથે કાર્તિકી પૂનમે ખુલ્લા પગે પ્રયાણ કર્યું. ગુજરાતનાં જંગલમાં કોઈ લૂંટારુઓએ તેમને મારી નાંખ્યા. તેમના પ્રતિબોધક શ્રીહેમવિમલસૂરિજી મ.ના દશ સાધુઓનું અકાળમૃત્યુ થયું. શાસનદેવતાના કહેવાથી આ દિવ્ય ઉપસર્ગનું નિવારણ શોધવા ગુજરાત નીકળ્યા. જંગલમાં સાધના કરી.
પ્રભાવશાળી યક્ષ પ્રકટ થઈને કહે : હું આપનો ભક્ત માણેકચંદ શેઠ, વ્યંતર નિકાયનો છઠ્ઠો ઇન્દ્ર બન્યો છું. મારું નામ માણિભદ્ર. કાર્યસેવા ફરમાવો. સૂરિજીએ દશ સાધુઓનાં અકાળમરણની વાત જણાવી. યક્ષ માણિભદ્ર આ ઉપસર્ગ કરનાર બે ભૈરવ સાથે યુદ્ધ કર્યું. જીત્યા બાદ તેણે સૂરિજીને કહ્યું કે ‘ઉપસર્ગ ટળી ગયો છે.' સૂરિજીએ યક્ષ માણિભદ્રની તપાગચ્છના અધિષ્ઠાયક પદે સ્થાપના કરી.
શ્રીમણિભદ્રમહાવ્યિમાં છમસ્થતા અને અવિરતિથી બંધાયેલા માણિભદ્રજીને ભગવાન જેવું માન-સન્માન આપવાનો ઉપક્રમ નથી. અહીં માણિભદ્રજીના પૂર્વભવની આ કથા જ, મહાકાવ્યની બાનીમાં રજૂ થઈ છે.