________________
એની હસવાની છટા, મનહર વાણી અદ્ભુત છે. એના અવાજમાં સાહજીક વશીકરણ છે. એનો વહેવા૨ અલૌકિક હદે રસાળ છે. ૧૯.
બુદ્ધિ બૃહસ્પતિ પાસેથી મેળવી છે. સત્ત્વ ઇન્દ્ર દ્વારા મળ્યું છે. સૌન્દર્ય કામદેવે આપ્યું છે. ઉદારતા દરિયા પાસેથી મળી છે. ૨૦.
ગુણોને ક્યારેય ગૌણ બનાવ્યા નથી. દોષદિષ્ટ તો જાણે અંધારામાં ચાલી ગઈ છે. સોનાનું દાન આપતા રહીને તેણે પોતાની ખાનદાની જાળવી રાખી છે. ૨૧.
કુબેરને હરાવી દેવા સક્ષમ એવા વૈભવ દ્વારા તેણે ઉજ્જૈન નગરને ધન્ય બનાવ્યું છે. હાથમાં રહેલી ત્રિકોણ રેખા દ્વારા તે દરેક પ્રકારનો લાભ પામ્યો છે. ૨૨.
પોતાના શરીર પર પહેરેલા અમૂલ્ય દાગીનાઓ દ્વારા તે દેવલોકના તમામ સુખો ખરીદી શકે તેમ છે, પરંતુ દેવલોકવાસીઓ ૫૨ દયા રાખીને તેણે તે સુખો ૫૨ કબજો જમાવ્યો નથી. ૨૩.
ઇન્દ્ર પહેરે તેવા મોંઘાં વસ્ત્રો એ શરી૨ ૫૨ ધારણ કરે છે. એ વસ્ત્રો સાચા સોનાની જરીનાં બનેલાં હોય છે. તેનાં શરીરનું તેજ પામીને તે વસ્ત્રો ઝળહળ્યા કરે છે. ૨૪.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૨
૩૧