________________
સર્ગ ૭
શ્રેષ્ઠીનું મન, મંદિરમાં ઉત્તમ વૈભવનો વિનિયોગ કરવાપૂર્વક ભગવાનની પૂજા કરવામાં એકતાન છે. પરમાત્માની પૂજામાં જેને આનંદ આવે છે તેનું મન ચન્દ્રકાન્ત મણિ જેવી વિશુદ્ધિને પામે છે. ૧.
પરમાત્મા પર પાણીની ધારા વરસાવી રહેલા શ્રેષ્ઠીવર્ય રાગદશાને ભૂલીને આત્મામાં ડૂબી જાય છે. એમની આંખમાં આનંદનાં આંસુ ઉભરી આવે છે. એ આંસુમાં મૂર્તિનો પડછાયો પડે છે તેથી જાણે આંખનાં આનંદાશ્રુથી પણ તે પ્રભુનો પ્રક્ષાલ કરતા હોય તેવું જણાય છે. ૨.
વસ્ત્રકોશથી અડધું મુખ ઢાંકેલું રાખીને તે ચન્દ્રનપૂજા કરવા માટે પ્રભુને આંગળીથી સ્પર્શ કરે છે ત્યારે તે ભગવાનની ભીતર રહેલ શાંતિરૂપી રત્ન ચોરી રહ્યા હોય તેવું દેખાય છે. ૩.
ભગવાનના ગળે તે મોટ્ટીમજાની માળાનું આરોપણ કરે છે. માળામાં પંચવર્ણનાં ફૂલો ગૂંથેલાં હોય છે. શ્રેષ્ઠીવર્ય પ્રભુને સ્પર્શે છે, પ્રભુનું નામ ઉચ્ચરે છે, શ્વાસમાં પ્રભુને ધારણ કરે છે, આંખથી પ્રભુને જોતા રહે છે અને પ્રભુની સ્તવના સાંભળતા રહે છે માટે તેમની પાંચેય ઇન્દ્રિયો પ્રસન્ન બને છે. અને તેઓ પરમાત્મામાં એકરાગ બની જાય છે. ૪.
રત્નોથી મઢેલી સોનાની થાળીમાં દીવો મૂકીને શ્રેષ્ઠી ભગવાનનાં કેવળજ્ઞાનનાં દર્શન કરતા હોય તેવું લાગે છે. પ્રભુ પ્રત્યે અત્યંત આદર ભાવ ધારણ કરીને તેઓ પ્રાર્થના કરે છે કે “મારા આત્મા દ્વારા મારા આત્માને જોઈ શકું એવી શક્તિ આપો.' ૫.
જાણે ઉચ્ચગતિ પ્રાપ્ત કરવા માંગતી હોય તે રીતે ઉપર તરફ વહી રહેલી ધૂમની રેખા ધરાવતા અને સુવાસથી મઘમઘતા ધૂપ તે ભગવાન્ સમક્ષ ધરે છે અને સિદ્ધશિલામાં રહેલા ભગવંતોને પૂજા પાઠવે છે. ૬.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭.
૧૧૩