Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 157
________________ પત્નીની નજર સામે રહેવાનું સૌભાગ્ય પતિને પુણ્ય હોય તો જ મળે છે. દરિયામાં ચાંદાનો પડછાયો પડે તેમ પત્નીની આંખોમાં પતિનો પડછાયો પથરાતો હોય છે. પતિની નજર સાથે નજર મેળવવામાં સંકોચ અનુભવતી પત્નીની ઝુકેલી આંખોનો રંગ કોઈ અલગ હોય છે. ૧૩. અરિહંતોની કૃપા પામનારી, અત્યંત પુણ્યશાળી અને પવિત્ર એવી તે જો મારી પાસે હોય તો ધર્મોપદેશ આપીને મને એ સમાધિ આપે. તેના દ્વારા તીવ્ર રાગ પણ પ્રશસ્ત બની જાય છે. ૧૪. મા અને પ્રિયાનું મન કમળ જેવું કોમળ છે. તેઓ આ અકાળમૃત્યુની ઘટના કેવી રીતે ખમી શકશે ? અથવા એ બંને જિનભત છે. અરસપરસના સહચારથી આ આઘાત સહ્ય બનશે. ૧૫. સ્મશાનમાં સાધના કરી રહેલા સાધુના મુખ પર આગ ચાંપીને મેં જે પાપ બાંધ્યું હતું તે જ આજે ઉદયમાં આવ્યું છે. કારણ કે મારા શરીરમાં અસહ્ય બળતરા થઈ રહી છે : પાપીઓને પાપ પરચો બતાવે જ છે. ૧૬. જેમણે આગને સહન કરી લઈને સમતા જાળવી રાખી હતી તે મુનિવરને નમસ્કાર કરું છું. આગમાં પોતાનું બધું જ પુણ્ય મેં બાળી નાંખ્યું છે. મને ધિક્કાર છે. અધમ માણસો અતિશય નિર્દય હોય છે. ૧૭. મને એ કરુણાનિધાન ગુરુદેવતા યાદ આવે છે. મારાં પુણ્યો અનંત હશે તેથી જ આ ગુરુએ મને જગાડીને નવી દષ્ટિ આપી. તેમણે જ મને ગિરિરાજની યાત્રા કરવાની પ્રેરણા આપી છે અને તેમની આ પ્રેરણા હું સાકાર કરી શકતો નથી કેમ કે હું ઘાયલ થઈ ગયો છું. મારી કમનસીબી, ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૩૫

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209