________________
પત્નીની નજર સામે રહેવાનું સૌભાગ્ય પતિને પુણ્ય હોય તો જ મળે છે. દરિયામાં ચાંદાનો પડછાયો પડે તેમ પત્નીની આંખોમાં પતિનો પડછાયો પથરાતો હોય છે. પતિની નજર સાથે નજર મેળવવામાં સંકોચ અનુભવતી પત્નીની ઝુકેલી આંખોનો રંગ કોઈ અલગ હોય છે. ૧૩.
અરિહંતોની કૃપા પામનારી, અત્યંત પુણ્યશાળી અને પવિત્ર એવી તે જો મારી પાસે હોય તો ધર્મોપદેશ આપીને મને એ સમાધિ આપે. તેના દ્વારા તીવ્ર રાગ પણ પ્રશસ્ત બની જાય છે. ૧૪.
મા અને પ્રિયાનું મન કમળ જેવું કોમળ છે. તેઓ આ અકાળમૃત્યુની ઘટના કેવી રીતે ખમી શકશે ? અથવા એ બંને જિનભત છે. અરસપરસના સહચારથી આ આઘાત સહ્ય બનશે. ૧૫.
સ્મશાનમાં સાધના કરી રહેલા સાધુના મુખ પર આગ ચાંપીને મેં જે પાપ બાંધ્યું હતું તે જ આજે ઉદયમાં આવ્યું છે. કારણ કે મારા શરીરમાં અસહ્ય બળતરા થઈ રહી છે : પાપીઓને પાપ પરચો બતાવે જ છે. ૧૬.
જેમણે આગને સહન કરી લઈને સમતા જાળવી રાખી હતી તે મુનિવરને નમસ્કાર કરું છું. આગમાં પોતાનું બધું જ પુણ્ય મેં બાળી નાંખ્યું છે. મને ધિક્કાર છે. અધમ માણસો અતિશય નિર્દય હોય છે. ૧૭.
મને એ કરુણાનિધાન ગુરુદેવતા યાદ આવે છે. મારાં પુણ્યો અનંત હશે તેથી જ આ ગુરુએ મને જગાડીને નવી દષ્ટિ આપી. તેમણે જ મને ગિરિરાજની યાત્રા કરવાની પ્રેરણા આપી છે અને તેમની આ પ્રેરણા હું સાકાર કરી શકતો નથી કેમ કે હું ઘાયલ થઈ ગયો છું. મારી કમનસીબી, ૧૮.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮
૧૩૫