Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 163
________________ ગાંડપણના આવેશમાં આવી ગયેલ સાધુ, બારીમાંથી બૂમો પાડીને રસ્તે જતા લોકોને બોલાવે. કોઈ દરવાજે આવી જાય તો કડવા શબ્દો સંભળાવીને તેમનું અપમાન કરે, તેમને કાંઈ પૂછાય તો જો રજોરથી રડીને વિરોધ કરે. આ બધું જોઈને ગુરુ અસહાય બની ગયા. ૩૧. આ રીતે એક એક સાધુ વિચારશક્તિવિહોણા બનવા લાગ્યા. એમને રોગ થવા લાગ્યા અને સાંજનો સમય સૂરજનાં કિરણોને ભરખી જાય તેમ મંત્રનો પ્રયોગ આ સાધુઓને મારી નાંખવા લાગ્યો. ૩૨. દશ દિવસમાં દશ સાધુઓ આ રીતે કાળનો કોળિયો બની ગયા. કાળનો આવો કોપ જોઈને બંને સૂરિભગવંતો ખિન્ન થઈ ગયા. ૩૩. તેમણે અઠ્ઠમતપ કરવા પૂર્વક એકતાન અને એકધ્યાન બનીને શ્રીસૂરિમંત્રનો વિશેષ જાપ કર્યો. મંત્રાક્ષરોમાં દેવોની અધિવાસના હોય છે. સારા ભાવથી મંત્ર જપો તો શાંતિ મળે છે. ૩૪. એકાંતમાં જાપ કરી રહેલા સૂરિભગવંતે તીર્થદેવતાને પ્રત્યક્ષ થયેલા જોયા. એમનો ચહેરો ચન્દ્ર જેવો હતો. એમની આંખો કમળની પાંદડી જેવી હતી. એમનું તેજ સૂરજને પરાજીત કરી દેતું હતું. તે દેવતા, પૃથ્વી પર અવતરણ પામેલી અમૃતની પરબ જેવા દેખાતા હતા. ૩૫. તેણે કહ્યું : આપ સંસારમાં તીર્થ સમાન છો. આપે મને યાદ કરી તેથી મારું ભાગ્ય પવિત્ર થયું છે. આપ કાર્ય સેવા ફરમાવશો તેને લીધે મને મારી ઇચ્છાપૂર્તિ થઈ હોય તેવો આનંદ મળશે. ૩૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૪૧

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209